Control room scaled

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌ પ્રથમ વખત બુથ એપ્લીકેશનનો ઉપયોગ કરાશે

Control room

બુથ એપ્લીકેશનની મદદથી મતદારોની ઝડપથી માહિતી મેળવી શકાશે

અહેવાલ: હેતલ દવે

લીંબડી,૦૨ નવેમ્બર: ૬૧ –લીંબડી વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે ૩જી નવેમ્બર- ૨૦૨૦ ને મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણીપંચ દ્વારા કોવીડ-૧૯ના રક્ષણ સામે બુથ એપ્લીકેશનનું લોન્ચીંગ કરેલ છે. આ બુથ એપ્લીકેશનનો સૌ પ્રથમ ઉપયોગ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે. રાજેશના માર્ગદર્શન હેઠળ લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ એપ્લીકેશનની મદદથી QR કોડ સ્કેન કરી મતદારોની માહિતી ઝડપથી મેળવી શકાશે. આ ઉપરાંત આ એપ્લીકેશન ડુપ્લીકેટ મતદાન અટકાવવામાં મતદાન ઉપરના સ્ટાફને મદદરૂપ થશે તથા આ એપ્લીકેશન ઓથેન્ટિક આઇડેન્ટીફીકેશન પણ કરશે અને સંપુર્ણ મતદાર યાદી આ એપ્લીકેશનમાં જોવા મળશે.

whatsapp banner 1

આ એપ્લીકેશનના ઉપયોગ થકી બુથ પરનું પેપરવર્ક હળવું થશે તેમજ રીપોર્ટીંગ ઝડપી બનશે. આ એપ્લીકેશન દ્વારા પ્રીસાઈડીંગ ઓફિસર માટેની ડીજીટલ ડાયરી જનરેટ થશે તેમજ આ એપ્લીકેશન ઓફલાઈન હોવાથી ઇન્ટરનેટ ક્નેકટીવીટીની કોઈ જરૂરિયાત રહેશે નહી.

આઈ.સી.ટી. નોડલ ઓફિસરશ્રી કેતન નિરંજન દ્વારા મતદાન મથક પરના સ્ટાફને બુથ એપ્લીકેશન અંગેની તાલીમ આપવામાં આવી છે. જેથી આ એપ્લીકેશન મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થશે.