Parcel loading 0211

અમદાવાદ મંડળે ઓક્ટોબર મહિના દરમિયાન લોડિંગ માં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી

Parcel loading 0211

અમદાવાદ,૦૨ નવેમ્બર: પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન રેલવેની આવકમાં વૃદ્ધિ માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે ડિવિઝન સ્તરે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની પણ રચના કરવામાં આવી છે અને ફ્રેટ કસ્ટમર્સ ને આકર્ષવા માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.     

wr 2

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે ડિવિઝનના ગાંધીધામ સેક્શન માંથી ઓક્ટોબર 2020 દરમિયાન 62137 વેગનોનું લોડીંગ કરવામાં આવેલ, જે અગાઉના મહિનાના 55296 વેગન કરતા વધારે છે. આ મહિનામાં 1331 રેક લોડ કરવામાં આવ્યા હતા, જે સપ્ટેમ્બર મહિના કરતા 146 રેક વધુ છે. આ સમયગાળા દરમિયાન, દરરોજ 42 રેક નું લોડીંગ કરવામાં આવેલ છે ,જે નોંધપાત્ર સિદ્ધિ છે.ગાંધીધામ ક્ષેત્રમાં ઓક્ટોબર મહિનામાં, 474 રેક ફર્ટિલાઈઝરના લોડીંગ થયા હતા, જે વર્ષ 2015 ના 445 રેક કરતાં 29 રેક કરતા વધારે છે. આ મહિના દરમિયાન, 556 જમ્બો રેક્સ પણ લોડ કરવામાં આવ્યા હતા. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. 31 ઓક્ટોબરના રોજ 2537 વેગન લોડ કરવામાં આવ્યા હતા, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે.ઉક્ત તારીખે 55 રેક લોડ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન મંડળે 429 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત કરી છે.     

શ્રી ઝાના જણાવ્યા અનુસાર, અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું અગ્રણી ડિવિઝન છે જ્યાં 40% આવક થઈ રહી છે. તેમણે આ સિદ્ધિ બદલ ડિવિઝનના કર્મઠ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરતાં તેમને અભિનંદન પાઠવ્યા હતાં કે જેમના અથાક પ્રયત્નોથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ