Ramdas athawale 2

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રામદાસ આઠવલે

Ramdas athawale edited
  • વડોદરા શહેર-જિલ્લામાં અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ૧૭૪ કેસોમાં રૂ. ૩૨૫.૮૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રામદાસ આઠવલે
  • કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે
  • દેશના ૧૦ કરોડ ઉપરાંત ખેડૂતોના ખાતામાં
  • રૂ.૯૫ કરોડની પી.એમ. સન્માન નિધિ રાશિ જમા થઈ છે

વડોદરા,૨૦ જાન્યુઆરી: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે સર્કિટ હાઉસ વડોદરા ખાતે અત્યાચાર નિવારણ કાયદાના અમલીકરણ તેમજ વડોદરા મહાનગર પાલિકામાં એસ.સી અને એસ.ટી બેક્લોગ પર નિમણૂંક અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વરૂપ પી. અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યમંત્રીશ્રી એ કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

Whatsapp Join Banner Guj

તેમણે જણાવ્યું કે, વડોદરા મહાનગરપાલિકામાં એસ.સી અને એસ.ટી બેકલોગ ક્વોટાની જગ્યાઓ સંપૂર્ણ ભરાયેલ છે. એટલું જ નહીં મહાનગરપાલિકામાં ૪,૬૮૪ સફાઇ કર્મીઓ પૈકી ૨,૯૮૬ સફાઇ કર્મીઓ કાયમી છે. જ્યારે ૧,૪૪૮ સફાઇ કર્મીઓ દૈનિક વેતન પર કામગીરી કરે છે. તેમણે ૨૫૯ જેટલા કોન્ટ્રાક્ટરના સફાઇ કર્મીઓને દૈનિક વેતન ઉપર લઈ કાયમી કરવા સૂચન કર્યુ હતુ. વડોદરામાં ડ્રેનેજની સફાઇ દરમિયાન મરણ પામેલા છ કર્મીઓના પરિવારજનોને રૂ.૧૦ લાખનું વળતર ચુકવવામાં આવ્યું હોવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાચાર નિવારણ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ માં કુલ ૧૭૪ કેસોમાં અસરગ્રસ્તોને રૂપિયા ૩૨૫.૮૭ લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.
આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં રાજ્ય મંત્રી શ્રી આઠવલેએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે અમલી કરેલ ત્રણે કૃષિ સુધારા કાયદા ખેડૂતોના સંપૂર્ણ હિતમાં છે. જેથી ખેડૂતોએ ભ્રમિત થવાની બિલકુલ જરૂર નથી. કેન્દ્ર સરકાર કૃષિ કાયદામાં સંશોધન અને ખેડૂતોના હિતોના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે.

તેમણે ઉમેર્યુ કે, એમએસપી સહિત એપીએમસી ચાલુ જ રહેવાની છે એટલું જ નહીં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની જમીન કોઈ હડપ કરી લેવાનું નથી. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે બજેટમાં રૂપિયા ૧,૩૪,૩૯૯ કરોડનું પ્રાવધાન કર્યુ છે. એટલું જ નહીં દેશના ૧૦ કરોડ ઉપરાંત ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ રાશિ જમા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર સ્વરૂપ પી., જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી મિતલ પટેલ, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો…મિર્ઝાપુર વેબ સિરીઝ વિરુદ્ધ પણ નોંધાઈ એફઆઈઆર, મેકર્સ પર અપમાનજનક સામગ્રી બતાવવાનો લાગ્યો આરોપ