IRCTC રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે.

25

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલવે મંત્રાલયના  સહયોગથી ફરી એકવાર  મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને,  ભારતીય રેલ્વે કેટરિંગ  અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે  ખાસ  ચાર વિશેષ  ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની  પહેલ કરવામાં આવી છે. IRCTC પશ્ચિમ ઝોનના  ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ  હિમાલિયન  (IRTS) એ જણાવ્યું હતું કે IRCTCફેબ્રુઆરી ૨૦૨૧ માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧ માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુજ કિફાયતી ટિકિટ માં ઉપલબ્ધ છે. જેમાં ટ્રેન મુસાફરી,  ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની  વ્યવસ્થા , ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ ની વ્યવસ્થા ,સુરક્ષા ની વ્યવસ્થા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

IRCTC એના સિવાય અમદાવાદથી એર પેકેજ -કેરળ , નોર્થ ઈસ્ટ ,સિમલા મનાલી ,અંદમાન અને  રાજકોટ થી સ્પેશ્યલ ચાર્ટર કોચ હૈદરાબાદ સાથે રામોજી ફિલ્મ સિટી અને કેરળ ટૂર નું પણ આયોજન કરેલ છે. અને કેવડિયા માટે IRCTC દ્વારા મુંબઇ – અમદાવાદ અને વડોદરા થી ટૂર પેકેજીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. વધારે માહિતી માટે સંપર્ક 079-26582675, 8287931718, 8287931634 અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા  www.irctctourism.com પર  ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને  અધિકૃત  એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.

Railways banner

શ્રી રાહુલ હિમાલિયન ને એમ પણ કહ્યું હતું કે ઉપરોક્ત બધી ટ્રેનો માં કોવિડ રોગચાળાને  ધ્યાન માં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે  IRCTC ફેબ્રુઆરી 2021 અને માર્ચ 2021 માં ચાર ટ્રેન પ્રવાસની માહિતી  નીચે મુજબ છે :

પ્રવાસની વિગતોમુસાફરીની તારીખદર્શન સ્થળપેકેજ ટેરિફ– (જીએસટી સહિત સ્ટાન્ડર્ડ                    (SL)  અને   કમ્ફર્ટ  (3 AC)
દક્ષિણ દર્શન પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT03A)14.02.2021 થી 25.02.2021 સુધીનાસિક ઔરંગાબાદપરલીકુર્નૂલ ટાઉનરામેશ્વરમમદુરાઇકન્યાકુમારીRS.11,340/-ઉપલબ્ધબર્થ  -330RS.18,900/-ઉપલબ્ધ  બર્થ  – 350
નમામી ગંગે  પિલગ્રીમ વિશેષ ટ્રેન (WZPSTT04A)27.02.2021 થી 08.03.2021   સુધીવારાણસીગયા,કોલકાતા,ગંગા સાગરપુરી,RS.9,450/-ઉપલબ્ધ  બર્થ  -330RS.15,750/-ઉપલબ્ધ  બર્થ  – 350
કુંભ હરિદ્વાર ભારત દર્શન (WZBD297)06.03.2021 થી 14.03.2021  સુધીમથુરાહરિદ્વાર ઋષિકેશઅમૃતસરવૈષ્ણોદેવીRs. 8,505/-ઉપલબ્ધ  બર્થ   -800Rs. 10,395/-ઉપલબ્ધ  બર્થ  -64
દક્ષિણ ભારત  દર્શન   (WZBD298) 20.03.2021 થી 31.03.2021  સુધીરામેશ્વરમમદુરાઇકન્યાકુમારીત્રિવેન્દ્રમગુરુવાયુરતિરૂપતિમૈસુરRs. 11,340/-ઉપલબ્ધ  બર્થ  -800Rs. 13,860/-ઉપલબ્ધ  બર્થ  -64
એર પેકેજ
પ્રવાસની વિગતોમુસાફરીની તારીખપેકેજ ટેરિફ: – (જીએસટી સહિત)
એન્ચેન્ટીંગ કેરળ20-02-2117500
 આંદમાન20-02-2129500
જેવેલ ઓફ નોર્થ ઈસ્ટ25-03-2125500
 સિમલા  મનાલી25-03-2115100
ચાર્ટર  કોચ
હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી18-03-2021 થી 23-03-202118140
એન્ચેન્ટીંગ કેરળ27-02-2021 થી 08-03-202131200
સ્ટેચ્યુ ઓફ યુનિટી –કેવડિયા
એક દિવસ ની ટૂર વડોદરા થી વડોદરારેગ્યુલર ડિપાર્ચરRs.6890/-
બે  દિવસ ની ટૂર વડોદરા થી વડોદરા(Premium tent)રેગ્યુલર ડિપાર્ચરRs.11200/-
એક  દિવસ ની ટૂર અમદાવાદ  થી અમદાવાદરેગ્યુલર ડિપાર્ચરRs.6940/
બે   દિવસ ની ટૂર અમદાવાદ  થી અમદાવાદ(Premium tent)રેગ્યુલર ડિપાર્ચરRs.11130/-

વિશ્વવ્યાપી કોવિડ -19 સમસ્યાને ધ્યાનમાં રાખીને, બધા કોવિડ સલામતીનાં પગલાં  IRCTC  દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે.  મુસાફરો ની યાત્રા સુખદ બનાવવા માટે “રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના પાલન માટે યાત્રીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ.” અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવવા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે.

આ પણ વાંચો…અમદાવાદથી પસાર થતી સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તરણ