NFSA Candidate

વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો

  • વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો
  • બાંધકામ શ્રમિકો, ગંગાસ્વરૂપા બહેનો દિવ્યાંગો અને વૃદ્ધ પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો નોએન.એસ.એફ.એ.માં આવરી લેવાયા
  • વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે એન.એસ.એફ.એ. કાર્ડ વિતરણ સમારોહ યોજાયો
  • રાજ્ય સરકારે ઉદારતા સાથે ત્રિ-ચક્રી વાહન ધારકોનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કર્યો ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી
  • જૂનાગઢ ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦૪ તાલુકાના લાભાર્થીઓને સંબોધન કર્યું
  • રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદા હેઠળ રાજ્યના ૧૦ લાખ પરિવારોના ૫૦ લાખ લાભાર્થીઓનો સમાવેશ

વડોદરા, ૨૦ જાન્યુઆરી: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧૦,૦૮૨ નોંધાયેલા બાંધકામ શ્રમિકો, ગંગાસ્વરૂપા બહેનો, દિવ્યાંગો, અને વૃદ્ધ પેન્શન મેળવાત વરિષ્ઠ નાગરિકોનો એન.એસ.એફ.એ. કાર્ડ આપવાનો પ્રતિકાત્મક સમારોહ વડોદરાના શહેરના ગાંધીનગરગૃહ ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ સમારોહમાં જુનાગઢ ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમણે રાજયના ૧૦૪ તાલુકાના લાભાર્થીઓને સંબોધન કરતાં કોરોના કાળની આફતમાં રાજ્ય સરકારે લીધેલા જનકલ્યાણના પગલાંની વિગતો આપી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદા હેઠળ રાજ્યના ૧૦ લાખ પરિવારોના ૫૦ લાખ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર-રાજ્ય સરકારના આ નિર્ણયથી આ ખાદ્ય સલામતી મળવાની સાથે રાજ્યમાં આવતાપરપ્રાંતિયોને વન નેશન, વન રેશનની તર્જ ઉપરથી રાજ્યના કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે. ઉપરાંત આ કાયદા હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો, ગંગા સ્વરૂપા બહેનો, દિવ્યાંગો, વૃદ્ધ પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો તેમજ રાજ્ય સરકારે ઉદારતા સાથે ત્રિ-ચક્રી વાહન ધારકોનો એન.એસ.એફ.એ હેઠળ સમાવેશ કર્યો છે. સાથે રાજ્ય સરકારે એન.એસ. એફ .એ. કાર્ડમાં સામેલ કુંટુંબના સભ્યો જુદા થનાર સભ્યોનુ કાર્ડ પણ એન.એસ. એફ. એ. કાર્ડ બને તેવી સરળ વ્યવસ્થાનો નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

રાજ્ય સરાકારે જનસુખાકારી માટે અનેક નવા આયામો ઉભા કર્યા છે તેનો ઉલ્લેખ કરતા શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં નવી બાગાયતી મિશન યોજના જાહેર કરી છે. જેમાં સરકારી પડતર જમીન ૩૦ વર્ષના પટ્ટે નજીવા દરે રાખી શકશે અને ૨૦૦ એકર જેટલી જમીન બાગાયતી ખેતી કરી શકશે. તેમજ ખેડૂતોને દિવસે વીજળી આપતી કિસાન સુર્યોદય યોજના, સોલાર રુફ ટોપ સહિતની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. સાથે જ તેમણે ખેડૂતોએ મહેનતથી પકવેલા અનાજનો બગાડ ન કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એસ.પી. ગોકલાનીએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં વધુ લાભાર્થી ઓને ઉમેરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ લાભાર્થીઓને મહિને પરિવારના સભ્ય દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલ, પ્રાંત અધિકારી શ્રી વિજય પટ્ટણી તેમજ સસ્તા અનાજના દુકાનદારો અને એન.એસ.એફ.એ.ના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રામદાસ આઠવલે