NFSA Ahmedabad

શહેર ના જરુરિઆતમંદ વૃધ્ધો,દિવ્યાંગો,શ્રમિકો,ગંગાસ્વરૂપ બહેનો ને અન્ન સુરક્ષા યોજના હેઠળ તેઓ ને APL-1 NFSA રેશનકાર્ડ અર્પણ કર્યા હતા

NFSA Ahmedabad 2

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: ગુજરાત ભર મા પુરવઠા વિભાગ એ નવા NFSA રેશનકાર્ડ ધારકો ને આજે મુખ્યમંત્રી શ્રી ના ઓનલાઈન કાર્યક્રમ દ્દારા શહેર ના જરુરિઆતમંદ વૃધ્ધો,દિવ્યાંગો, શ્રમિકો,ગંગાસ્વરૂપ બહેનો ને અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લઈ ને તેઓ ને APL-1 NFSA રેશનકાડોઁ સાંસદ હસમુખ પટેલ અને અમરાઈવાડી ના ધારાસભ્ય જગદીશ પટેલ એ અર્પણ કર્યા હતા

GEL ADVT Banner

તેમની સાથે અમદાવાદ શહેર ના મદદનીશ નિયંત્રક શ્રી દીપ દવે હાજર રહ્યી ને અમદાવાદ શહેર મા આવા દશ હજાર પરિવારો ને આ NFSA રેશનકાર્ડ વિતરણ કરી ને તેમને આ માસ થી અનાજ ના લાભો પુરવઠા વિભાગ એ પુરા પાડ્યા હોવાની માહિતી આપી હતી

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો