Dr Tiwari GG Hospital

જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત બનતા જાય છે. જામનગરની જી.જી હોસ્પિટલ ના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને કોવિડ હોસ્પિટલ ના મુખ્ય ઇન્ચાર્જ ડો. દીપક તિવારી કોરોના પોઝેટીવ બન્યા છે, અને તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

જામનગરની જી જી હોસ્પિટલ માં કોવિડ -૧૯ બિલ્ડિંગના મુખ્ય ઇન્ચાર્જ અને જી.જી.હોસ્પિટલ ના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક દિપક તિવારી કે જેઓ આજે કોરોના સંક્રમિત બન્યા છે. તેઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી હોમ આઇસોલેટ કરી દેવાયા છે. જેઓનો પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ છે.

loading…

હાલ જામનગરની જી.જી હોસ્પિટલ ના કોરોના વોરિયર એવા ૪૫ થી વધુ તબીબો કોરોના સંક્રમિત બની ગયા છે. જે પૈકી મોટાભાગના તબીબો સાજા થઇ ગયા છે, અને ફરજ ઉપર ચડી ગયા છે. તે જ રીતે જી.જી.હોસ્પિટલ ના ૮૧ જેટલા પેરામેડિકલ સ્ટાફ કોરોના ગ્રસ્ત બની ગયા છે. જે પૈકીના ચાર કર્મચારીઓ હાલ જી જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે ૪૦ કર્મચારીઓ હોમ આઈશોલેશન માં છે. કોરોના વોરિયર એવા બે મહિલા કર્મચારીઓ ના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. કોરોનાની મહામારી માં દર્દીઓની સારવાર કરનારા તબીબો તેમજ અન્ય સ્ટાફ પણ સંક્રમિત બની જતા હોવાથી હોસ્પિટલ તંત્રમાં ભારે અફડાતફડીનો માહોલ છે.

Banner City 1