AAp Party

આમ આદમી પાર્ટીની કૃષ્ણ નગર જાહેર સભા પોલીસે કરવા ના દીધી

‘ભાજપ હમસે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે’ના નારા હજારો કાર્યકરોએ કર્યા

અમદાવાદ, ૧૭ જાન્યુઆરી: શહેરના પૂર્વ વિસ્તારના કૃષ્ણ નગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજવામાં આવેલી જાહેર સભા કૃષ્ણ નગર પોલીસે ના કરવા દેતા દિલ્લીના આપ ના કેબિનેટ મંત્રી રાજેન્દ્રપાલ ગોત્તમ એ ભાજપ સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.

Whatsapp Join Banner Guj

આમ આદમી પાર્ટી દિલ્લીના કેબિનેટ મંત્રી રાજેન્દ્રપાલ ગોત્તમ એ પોલીસે સભા કરતા અટકાવ્યા હતા.મંત્રીએ એ સી પી દેસાઈને વાત કરવા રજૂઆત કરી હતી.તેમ છતાં એ સી પી એ વાત કરવાની તસ્દી લીધી ન હતી.જાહેર સભાના ખુલ્લા પ્લોટની ફરતે પોલીસ વાન ગોઠવી દીધા હતા.ત્યારે ખુલ્લા પ્લોટ પાસે સભા કરી એવું જણાવ્યું હતું કે,ભારતના બંધારણમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે.આમ આદમી પાર્ટી ને પોતાની વાત કરતા અટકાવો તે સારા રાજ્યની નિશાની નથી.ભાજપ આમ આદમી પાર્ટી થી ગભરાઈ ગઈ છે.આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તા પર આવશે.એવા એંધાન દેખાઈ રહ્યા છે.કાર્યકરો અને ઉમેદવારોને કહ્યું કે, ઘરે ઘરે જઈને દિલ્લી મોડેલ બતાવી લોકો પાસે થી મતની માંગણી કરવા અનુરોધ કર્યો હતો. પોલીસે સભા નહિ કરવા દેતા પોતે પદયાત્રા રેલી કાઢી હતી.આ રેલીમાં પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા પણ સાથે હતા તેમણે કહ્યું હતું કે, લોકો ભ્રષટાચાર થી કંટાળી ગયા છે.આમ આદમી પાર્ટી ઝાડું થી આ ગંદકી સાફ કરવા ગુજરાતમાં આવી ગઈ છે.ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીને મત આપવા મતદારોને વિનંતી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષ્ણ નગર પોલીસે સભા યોજાઈ તે પહેલાં જ પોલીસે મેહુલ પરમાર,વિપુલ ગઢવી અને હરેશ શાહ સહિત 9ની ધરપકડ કરી હતી. પોલીસે જાતે જ સ્ટેજ, બેનર,ખુરશીઓ અને લાઉડ સ્પીકર ઉખેડી નાખ્યા હતા.આ સભાનો આયોજન કુબેરનગર વોર્ડના ઉમેદવાર જ્યેન્દ્ર અભવેકર,આશાબેન થદાની અને સાહિજપુર બોઘા વોર્ડના ઉમેદવાર ક્રિપાલ રાણા અને મેહુલ પરમાર, વિપુલ ગઢવીએ કર્યો હતો.

આ પણ વાંચો…અમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત