Mandavi forest

રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું

Atmnirbhar edited 1
  • માંડવી તાલુકાના રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું
  • વિસડાલીયા ક્લસ્ટરે અમને સરળતાથી ઘરઆંગણે રોજગારી આપી: જયશ્રીબેન ચૌધરી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વન વિભાગ સ્થાનિક લોકોનેઘરઆંગણે રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે અને સફળતા પણ મળી છે. વિસડાલીયાકલ્સસ્ટર આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યું છે. જેના કારણે કલસ્ટરની રાષ્ટ્રીય સ્તરે પસંદગીથઇ છે. વિસડાલીયા ક્લસ્ટરમાં ૩૨ ગામોનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને ઘરઆંગણે રોજગારીનો અવસર આપ્યો છે. લોકોને તાલીમ આપવામાં આવે છે, અને સાથોસાથ વ્યાપારની તક પણ પુરી પાડે છે. મસાલા, દાળ, બેકરી પ્રોડક્ટ, વનશ્રી રેસ્ટોરન્ટ, મશરૂમનો વ્યવસાય કરી સ્થાનિક નાના આદિવાસી વ્યવસાયીઓ રોજગારી મેળવી રહ્યાં છે. અહીં વાંસની વિવિધવસ્તુઓ જેમ કે, વાંસના ડાઈનિંગ ટેબલ, સોફાઓ, ડીનર સેટ, ટ્રી-હાઉસ, ટેબલ લેમ્પ, સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે, જેને ‘રૂરલ મોલ’માં વેચવામાં આવે છે.

Advt Banner Header

વન વિભાગ દ્વારા લોકોને પોતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ પ્રકારના યુનિટમાં તાલીમ આપવામાં આવે છે, અને વ્યવસાય શરૂ કરવા માટે કાચો માલ અને સાધન-સામગ્રી પુરી પાડવામાં આવે છે. હાલ આ ક્લસ્ટરમાં ૧૫૦ જેટલા લોકો પ્રત્યક્ષ અને ૫૫૦ લોકો પરોક્ષ રીતે રોજગારી મેળવીને પગભર બન્યાં છે. આજુ બાજુના ગામના લોકો પાસેથી કાચોમાલ ખરીદી તેને ક્લસ્ટરમાં કામ કરતા લોકો દ્વારા તૈયાર કરીને રૂરલ મોલ અને સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે.આ ક્લસ્ટરમાં માંડવી તાલુકાના રેગામા ગામના રહેવાસી દિક્ષિતભાઇ ચૌધરી અને તેમના પત્નિ જયશ્રીબેન ચૌધરી તાલીમમાં નામ નોંધાવ્યું અને તાલીમ મેળવી.

Mandavi forest

જયશ્રીબેન ચૌધરી જણાવે છે કે, ક્લસ્ટરમાં બે વર્ષથી કામ કરીએ છીએછ મહિના સુધી વનશ્રી રેસ્ટોરન્ટમાં કામ કર્યું, અમે મહિને ૧૩ થી ૧૫ હજાર રૂપિયાની આવક મેળવીએ છીએ. અમારા પરિવારનું સુખરૂપ ગુજરાન ચલાવીએ છીએ.

દિક્ષિતભાઈ ચૌધરી જણાવે છે કે, પહેલા હું શાકભાજી વેચવાનું કામ કરતો હતો. જેના માટે ગામે ગામ ફરવુ પડતું અને કમાણી ઓછી થતી. વાસકાંમની તાલીમ મેળવી અને કામ મળી ગયુ. ક્લસ્ટરમાં અમારી સ્વઉત્પાદિત વસ્તુઓ બનાવી, રૂરલ મોલના માધ્યમથી વેચી શકીએ છીએ, જેમાં અમને સારી એવી કમાણી પણ થાય છે. તાલીમ દરમિયાન પણ રૂ.૧૦૦ લેખે દૈનિક મહેનતાણું આપવામાં આવતુ હતુ.
નાયબ વનસંરક્ષકશ્રી પુનિત ઐયરના માર્ગદર્શન હેઠળ આદિવાસી વનક્ષેત્રમાં લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેવા પ્રયાસોને સફળતા મળી છે.

loading…