Harsh vardhan 0610

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 માટે આયુર્વેદ અને યોગ વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા

Harsh vardhan Ayurveda 2

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા

“સર્વાનુમતે ‘ભારતીય ચિકિત્સા તંત્ર માટે રાષ્ટ્રીય પંચ વિધેયક’નું પસાર થવું અને જામનગર ખાતે કલ્સ્ટર ઓફ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ્સને રાષ્ટ્રીય મહત્તાની સંસ્થા તરીકેની સંમતિ એ પરંપરાગત ચિકિત્સા તંત્રને સજીવન કરવા માટેની સર્વસંમતિ સૂચિત કરે છે.”

06 OCT 2020 by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી શ્રીપદ યેસ્સો નાયક, નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા હતા.

ICMRના ભૂતપૂર્વ મહા નિદેશક ડૉ. વી.એમ. કટોચની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ: કોવિડ-19’માં આયુર્વેદના એકીકરણ અને યોગના હસ્તક્ષેપ માટે આંતરશાખીય સમિતિ અને જે-તે ક્ષેત્રોના જ્ઞાન સાથે નિષ્ણાતોના સમૂહે એક અહેવાલ તૈયાર કરીને ભલામણો સબમિટ કરી છે જે સ્વીકારવા યોગ્ય પ્રયોગાત્મક અને તબીબી ડેટા પર આધારિત છે. દવાઓના સંભવિત લાભો અને સલામતી સૂચિત કરતા આ તારણો, કોવિડ-19 પર બનેલી રાષ્ટ્રીય ટાસ્કફોર્સ અને સંયુક્ત દેખરેખ સમૂહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નીતિ આયોગની ભલામણો પર તેને પ્રોટોકોલ તરીકે વિકાસવવામાં આવ્યા હતા.

Harsh vardhan Ayurveda

તેમની ભલામણોના આધારે, આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય ટાસ્કફોર્સની રચના કરી હતી, જેમણે દિલ્હી ખાતે આવેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA), જામનગર ખાતે આવેલા આયુર્વેદ અનુસ્નાતક તાલીમ અને સંશોધન સંસ્થા (IPGTRA), જયપુર ખાતે આવેલ રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (NIA), કેન્દ્રીય આયુર્વેદ વિજ્ઞાન સંશોધન પરિષદ (CCRAS), કેન્દ્રીય યોગ અને નિસર્ગોપચાર સંશોધન પરિષદ (CCRYN) અને અન્ય રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી સર્વસંમતિના આધારે, કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ અને યોગના આધારે રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ તૈયાર કર્યા છે.

લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહેલી રોગ પ્રતિરોધકતામાં વધારો કરવા માટેની આયુષ મંત્રાલયની સલાહના કારણે મળેલી સિદ્ધિઓને બિરદાવતા ડૉ. હર્ષવર્ધને ટાંક્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કોવિડ-19 કટોકટીના વ્યવસ્થાપન માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સલાહ-સૂચનોનું પાલન કરવા માટે ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું છે. આ પ્રોટોકોલમાં નિવારક અને રોગ પ્રતિરોધક માપદંડો સમાવી લેવામાં આવ્યા છે જે કોવિડ-19ના વ્યવસ્થાપનની દિશામાં એક નોંધપાત્ર પગલું હોવાની સાથે સાથે આધુનિક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવા સંબંધિત પરંપરાગત જ્ઞાનભંડારનું સર્જન કરવા માટે પણ મહત્વપૂર્ણ છે.” તેમણે કોવિડના હળવા લક્ષણો ધરાવતા અને લક્ષણો ના ધરાવતા પોઝિટીવ દર્દીઓની સારવાર માટે ગુડુચી, અશ્વગંધા, આયુષ-64 જેવી સરળતાથી ઉપલબ્ધ અને સામાન્ય ઉપયોગમાં લેવામાં લેવાતી આયુર્વેદિક ઔષધીઓ અને સંયોજનો સમાવવા બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

શ્રી હરવિલાસ શારદાએ દુનિયામાં ભારતના યોગદાન અંગેની દલીલ કરવા માટે હિન્દુ ચિકિત્સા પર વિભાગનું સંકલન કર્યું ત્યારે ડૉ. હર્ષવર્ધને સાંસ્થાનિક સંઘર્ષમાં આયુર્વેદની ભૂમિકા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આયુર્વેદનો ઉલ્લેખ પ્રાચીનકાળમાં અથર્વવેદમાં પણ જોવા મળે છે. આ વિજ્ઞાન પર્શિયા ગયું અને ત્યાંથી યુરોપ સુધી પહોંચ્યુ અને આધુનિક ચિકિત્સા ક્ષેત્રમાં તેનો નોંધપાત્ર પ્રમાણમાં પ્રભાવ જોવા મળી રહ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “દુર્ભાગ્યવશ, ભારત સ્વતંત્ર થયું ત્યારથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની સત્તાનું સુકાન સંભાળ્યું ત્યાં સુધી આયુર્વેદ પર ખરેખરમાં જેટલું ધ્યાન આપવું જોઇએ એટલું આપવામાં આવ્યું નહોતું. પરંતુ બાદમાં મોદીજીએ તેને વાસ્તવમાં મળવું જોઇએ તે મહત્વ આપ્યું છે.”

‘ભારતીય ચિકિત્સા તંત્ર માટે રાષ્ટ્રીય પંચ વિધેયક, 2020’ની મદદથી આયુષના પ્રચાર અને જામનગર ખાતે આવેલા કલ્સ્ટર ઓફ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ્સને રાષ્ટ્રીય મહત્તાની સંસ્થા તરીકેનો દરજ્જો આપવા માટેના વિધેયક માટે સરકારે કરેલા પ્રયાસોની તેમણે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “સર્વાનુમતે આ વિધેયકોનું પસાર થઇ જવું એ પરંપરાગત ચિકિત્સા તંત્રને સજીવન કરવા માટેની સર્વસંમતિ હોવાનું સૂચિત કરે છે”

આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, સચિવ (આયુષ) વૈદ્ય રાજેશ કટોચ અને આયુષ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.