Tab Water 1

સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

Tab Water 1

માર્ચ-૨૦૨૧ સુધીમાં જિલ્લાના ૩૯૬૩૬૩ ઘરોને નળજોડાણ દ્વારા ઘરઆંગણે પીવાના પાણીની સવલત મળશે

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.કોયાના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે મળી હતી. બેઠકમાં સ્વજલધારા, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને એટીસીઆરએ કાર્યક્રમ હેઠળ મંજુર થયેલી ૧૦૧૦ યોજનાઓ સંદર્ભે થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં રૂા.૧૪૭૭૫.૬૨ લાખના ખર્ચે મંજુર થયેલી યોજનાઓમાં બારડોલી તાલુકામાં ૧૩૯, ચોર્યાસીમાં ૪૧, કામરેજમાં ૭૨, મહુવામાં ૧૩૦, માંડવીમાં ૧૭૨, માંગરોળમાં ૧૪૪, ઓલપાડમાં ૯૯, પલસાણામાં ૬૮ અને ઉમરપાડા તાલુકામાં ૧૪૫ યોજનાઓનો સમાવેશ થાય છે. જે પૈકી રૂા.૧૨૧૭૪.૪૯ લાખની ૮૫૯ યોજનાઓ પુર્ણ થઇ છે. જયારે ૧૫૧ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. જે માર્ચ-૨૦૨૧ સુધીમાં પુર્ણ કરવામાં આવશે, એમ સભ્ય સચિવ અને યુનિટ મેનેજર શ્રી એ.પી. ગરાસિયા દ્વારા જણાવાયું છે.

Tab Water 2

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આંગણવાડીઓમાં પાણીની મુશ્કેલી નિવારવા સત્વરે કાર્યવાહી કરવા સુચના આપી હતી. યુનિટ મેનેજર શ્રી એ.પી.ગરાસિયાએ સંકલિત બાળ વિકાસ વિભાગ સાથે સંકલન કરીને આગામી બેઠકમાં એકશન પ્લાન તૈયાર કરીને સત્વરે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Advt Banner Header

જિલ્લામાં ઘરઘર નળજોડાણ બાબતે કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને પીવાના પાણીની પ્રાથમિક સુવિધાને અગ્રીમતા આપીને કામગીરી કરવા ભાર મૂકયો હતો. યુનિટ મેનેજરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લામાં ૩૯૬૩૬૩ ઘરો છે. જે પૈકી ૩૫૫૪૬૯ ઘરોમાં નળજોડાણની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. માર્ચ-૨૦૨૧ સુધીમાં તમામ ઘરોને નળજોડાણ સાથે આવરી લેવાશે.

જુન-૨૦૨૦ માં મળેલી બેઠકમાં ૧૦ ટકા લોકફાળા સાથે રૂા.૧.૩૪ કરોડની આઠ યોજનાને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાના પારડી ભાદોલ, લવાછા, છીંણી, કાછોલ, કાસલાખુર્દ, ભાદોલ, કુંભારી, ભુતપોર ગામનો સમાવેશ થાય છે. ભાદોલ ગામની પાણી સમિતિ સિવાયના ગામોમાં ૧૦ ટકા લોકફાળો ભરી દેવાયો છે. તેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હોવાનું યુનિટ મેનેજર દ્વારા બેઠકમાં જણાવાયું હતું. બેઠકમાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

loading…