Surat civil book library 1

અટલ સંવેદના આઇસોલેશન કોવિડ સેન્ટર ખાતે પુસ્તકાલયનો પ્રારંભ

Surat civil book library

આઈસોલેશન સેન્ટર ખાતે રહેતા અજ્ઞાતવાસમાં રહેતા નાગરિકો નિરાંતે મનને શાંતિ આપે, જ્ઞાન આપે તેવા પુસ્તકોનું વાંચન કરી પોતાનો સમય પસાર કરશેઃ

Surat civil book library 2

સુરત,શુક્રવાર:– સુરત શહેરના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે અટલ સંવેદના આઇસોલેશન સેન્ટર ખાતે દેશની સૌપ્રથમ કોવિડ  સેન્ટર ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના ટ્રસ્ટની લાઇબ્રેરીનો શુભારંભ મજુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા આઇસોલેશન  સેન્ટર ખાતે દાખલ દર્દીઓ માટે અબ્દુલ કલામ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ કલામ લાઇબ્રેરી નું ઉદ્ઘાટન નર્સિંગ એસોસીએશનની ટીમ ના ઇકબાલ કડીવાલા, કૈલાશબેન સોલંકી, દિનેશ અગ્રવાલ અને કિરણભાઈ દોમડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

કલામ લાઇબ્રેરી જે  દાખલ દર્દીઓને માનસિક તનાવ દૂર કરવા અને સ્વસ્થ રહેવા માટે લાયબ્રેરીમાં ધાર્મિક આધ્યાત્મિક એવા અનેક પુસ્તકો રાખવામાં આવ્યા છે જે વાંચનથી દર્દીનો સમય પણ જશે અને માનસિક તણાવ દૂર થશે તેમજ જ્ઞાન પ્રાપ્ત થશે. દેશમાં  અને હોસ્પિટલો પૈકી અટલ સંવેદના સેન્ટર ખાતે આ દેશની પ્રથમ લાયબ્રેરી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ સાહેબના ટ્રસ્ટની કલામ લાઇબ્રેરી શરૂ થઇ છે