Surat Yog Certificate e1596822475155

રાજયના યોગ ટ્રેનર્સોને પ્રમાણપત્ર એનાયત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી રાજયના યોગ ટ્રેનર્સોને પ્રમાણપત્ર એનાયત

Surat Yog Certificate

સુરત જિલ્લાના યોગના ૧૮ યોગ કોચ અને ટ્રેનર્સને સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશનાના હસ્તે પ્રમાણપત્રો એનાયત

સુરત,શુક્રવાર:– ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૫૦૦૦ કોચ ટ્રેનરોને યોગાસન માટે તૈયાર કરીને પ્રમાણપત્ર એનાયત સમારંભ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. તેના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશના હસ્તે જિલ્લાના પાંચ કોચ અને ૧૩ યોગ ટ્રેનર્સોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.

Surat Yog Certificate 2

આ પ્રસંગે સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશે કોચ અને ટેનર્સને પ્રમાણપત્ર એનાયત કરતાં સુરત જિલ્લાની પ્રજાને સરસ રીતે યોગાસન કરીને તંદુરસ્ત સમાજ તૈયાર કરવા શુભકામના પાઠવી હતી અને ભવિષ્યમાં સફળતા હાંસલ કરે તંદુરસ્ત રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ અવસરે નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી દિનેશ કદમ, યોગના કોચશ્રીઓ, ટ્રેનર્સો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.