IAX cable

Sub-C cable systems: ડેટા ગ્રોથને અભૂતપૂર્વ વેગ આપવા માટેની બે નવી સબ-સી કેબલ સિસ્ટમ્સના કેન્દ્રમાં ભારત

Sub-C cable systems: જિયો દ્વારા સ્થપાઈ રહેલા IAX અને IEX પ્રોજેક્ટ્સ ડેટા ક્રાંતિની જરૂરિયાતો પૂરી કરશે

મુંબઈ, 17 મે 2021: Sub-C cable systems: ભારતનો અગ્રણી 4G અને મોબાઇલ બ્રોડબેન્ડ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) હાલ દરિયાના તળમાંથી પસાર થતી વિશ્વની સૌથી મોટી સબમરીન કેબલ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે અને મહત્વનું એ છે કે આ સિસ્ટમના કેન્દ્રસ્થાને ભારત પહેલીવાર બિરાજમાન છે. અનેક ચાવીરૂપ વૈશ્વિક ભાગીદારો અને વર્લ્ડ-ક્લાસ સબમરીન કેબલ સપ્લાયર સબકોમ સાથે મળી જિયો અત્યારે સમગ્ર દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલા ડેટાના ઉપયોગને વધુ વેગ આપવા માટે આવનારી પેઢીની બે કેબલ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.

Sub-C cable systems: ધ ઇન્ડિયા-એશિયા-એક્સપ્રેસ (IAX) સિસ્ટમ ભારતને સિંગાપોર તથા પૂર્વના દેશો સાથે કનેક્ટ કરશે, જ્યારે ભારત-યુરોપ-એક્સપ્રેસ (IEX) ભારતને મધ્ય પૂર્વ અને યુરોપ સહિતના પશ્ચિમી દેશો સાથે કનેક્ટ કરશે. આ સિસ્ટમ પરસ્પરની કનેક્ટિવિટીને સુગમ બનાવવાની સાથે સાથે વિશ્વના ટોચના ઇન્ટરએક્સચેન્જ પોઇન્ટ્સ અને કન્ટેન્ટ હબ્સની સેવાઓને વૈશ્વિક બનાવશે. IAX અને IEX ભારતમાં અને ભારતમાંથી બહાર વ્યક્તિગત અને વ્યવસાય આધારિત ગ્રાહકોને કન્ટેન્ટ એક્સેસ કરવા અને ક્લાઉડ સર્વિસિઝ મેળવવાની ક્ષમતાઓને વધુ વિસ્તારશે.

Whatsapp Join Banner Guj

ફાઇબર ઓપ્ટિક સબમરીન ટેલિકમ્યુનિકેશન્સના ઇતિહાસમાં પહેલીવાર, આંતરરાષ્ટ્રીય નેટવર્કના નકશા પર આ સિસ્ટમ્સ ભારતને કેન્દ્રસ્થાને રાખશે, વર્ષ 2016માં જિયોની સેવાઓ શરૂ થઈ ત્યારથી ડેટાના ઉપયોગમાં થયેલા અભૂતપૂર્વ વધારા અને વિકાસથી ભારતનું મહત્વ પણ વધ્યું છે.

ઉચ્ચ ક્ષમતા અને તેજ ગતિએ ડેટાનું આદાનપ્રદાન કરતી આ સિસ્ટમ્સ 200Tbpsની ક્ષમતાઓ પૂરી પાડશે જે 16,000 કિલોમીટરમાં પથરાશે. ઓપન સિસ્ટમ ટેક્નોલોજીના ઉપયોગ અને લેટેસ્ટ વેવલેન્થ સ્વીચ્ડ RoADM/બ્રાન્ચિંગ યુનિટ્સ વિવિધ લોકેશન્સ ઉપર રેપીડ અપગ્રેડ ડિપ્લોયમેન્ટ અને અભૂતપૂર્વ ફ્લેક્સિબિલિટી આપશે.

Sub-C cable systems: “ડિજિટલ સેવાઓ અને ડેટાના ઉપયોગના મોરચે ભારતના અણધાર્યા વિકાસમાં જિયો મોખરે રહ્યું છે. વીડિયો સ્ટ્રીમિંગ, રિમોટ વર્કફોર્સ, 5G, IoT અને ભવિષ્યની સેવાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે જિયો ભારત કેન્દ્રિત IAX અને IEX સબસી સિસ્ટમ્સના કન્સ્ટ્રક્શનમાં આગેવાની લઈ રહ્યું છે,” તેમ રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ, શ્રી મેથ્યુ ઉમ્મેને કહ્યું હતું. “વૈશ્વિક મહામારીના ઓછાયા તળે આવી નિર્ણાયક પહેલ કરવી એ એક પડકાર છે, પરંતુ હાલ ચાલી રહેલી મહામારીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વધુ વેગ આપ્યો છે અને વ્યવસાયો તથા ગ્રાહકોને હાઇ-પર્ફોર્મન્સ ધરાવતી વૈશ્વિક કનેક્ટિવિટીનો વધુ બહેતર અનુભવ આપવો એ સમયની જરૂરિયાત છે.”

IAX સિસ્ટમ વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્ર એવા ભારતના મુંબઈ અને ચેન્નાઈને એશિયા પેસિફિકના મહત્વના બજારો જેવા કે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોર સાથે એક્સપ્રેસ સાથે કનેક્ટ કરશે. IEX સિસ્ટમ ભારતની કનેક્ટિવિટી ઇટાલી, સવોના અને મધ્ય-પૂર્વ તથા ઉત્તર અમેરિકા સુધી વિસ્તારશે. IAX અને IEX સબ-સી સિસ્ટમ્સ અવરોધ વિહિન કનેક્ટિવિટી પૂરી પાડવા ઉપરાંત રિલાયન્સ જિયો ગ્લોબલ ફાઇબર નેટવર્કની કનેક્ટિવિટીને એશિયા પેસિફિક અને યુરોપથી પણ આગળ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ તટ સુધી વિસ્તારશે. IAX વર્ષ 2023ના મધ્યભાગ સુધીમાં અને IEX વર્ષ 2024ની શરૂઆત સુધીમાં તૈયાર થઈ જાય તેવી ધારણા છે.

આ પણ વાંચો…કામની વાત: ધો 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી(Government Jobs)ની ઉત્તમ તક, જાણો પગાર તથા અરજી કરવાની છેલ્લી તારીખ