ST Stand Ambaji 3

અંબાજી માં 50 વર્ષ જુનુ એસ.ટી બસ સ્ટેન્ડ (ST Stand Ambaji) હાલમાં જર્જરિત અને જોખમી બન્યું

ST Stand Ambaji: બસસ્ટેન્ડ ના બિલ્ડીંગ ના પિલ્લરો પણ ફાટી ગયા છે

ST Stand Ambaji 5

ST Stand Ambaji: બિલ્ડીંગ ને તાકીદે ડીમોલેશન નહિ કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જવાનો ભય

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૪માર્ચ:
યાત્રાધામ અંબાજી માં પણ એસ.ટી નિગમ (ST Stand Ambaji)નું બસસ્ટેન્ડ જર્જરીત અને જોખમી બન્યું છે જ્યા આવતા હજ્જારો મુસાફરો સહીત એસ.ટી ના કર્મચારીઓ ઉપર અકસ્માત નો ભય તોલાઈ રહ્યુ છે

Whatsapp Join Banner Guj

યાત્રાધામ અંબાજી માં અંદાજે 50 વર્ષ અગાઉ નિર્મિત થયેલું એસ.ટી બસ સ્ટેન્ડ (ST Stand Ambaji) હાલ માં જર્જરિત અને જોખમી બન્યું છે અંબાજી યાત્રાધામ હોવાથી રોજિંદા હજ્જારો ની સંખ્યા માં મુસાફરો ની અવરજવર રહેતી હોય છે ત્યારે બસ સ્ટેન્ડ માં મોટી હોનારત થવાનો પણ ભય સેવાઇ રહ્યો છે એસ.ટી બસસ્ટેન્ડ નું સમગ્ર બિલ્ડીંગ જર્જરિત હાલત માં ભયજનક રીતે ઉભું છે

ST Stand Ambaji

બસ ના ના ડ્રાયવર કન્ડકટર આ જર્જરીત ને જોખમી બિલ્ડીંગ રાતવાસો કરતા હોય છે

એસ.ટી નિગમ ના કર્મચારીઓ ને સતાવી રહ્યો છે

ST Stand Ambaji

બસસ્ટેન્ડ ના (ST Stand Ambaji) બિલ્ડીંગ ના પિલ્લરો પણ ફાટી ગયા છે આ બિલ્ડીંગ ઉપર મોટા પીપળા અને વડલા જેવા વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે બિલ્ડીંગ ગમે ત્યારે પડે તેવો ભય ખુદ એસ.ટી નિગમ ના કર્મચારીઓ ને સતાવી રહ્યો છે અંબાજી એકમોટુ યાત્રાધામ છે ને રાજીંદા હજ્જારો નુસાફરો ની અવર જવર આ બસ સ્ટેન્ડ માં થાય ને મોટી સંખ્યા માં અન્ય ડેપોની બસ ના ના ડ્રાયવર કન્ડકટર આ જર્જરીત ને જોખમી બિલ્ડીંગ રાતવાસો કરતા હોય છે જો કોઈ હોનારત સર્જાય તો મોટી જાનહાની થવાની ભીતી સેવાઈ રહી છે જો હવે આ બિલ્ડીંગ ને તાકીદે ડીમોલેશન નહિ કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જવાનો ભય પણ સતાવી રહ્યો છે

મુસાફરો ને બેસવાના લોખંડ ના બાકડા પણ તૂટી ગયા

ST Stand ambaji

આ બસસ્ટેન્ડ (ST Stand Ambaji) માં જ્યાં મુસાફરો ની અવરજવર રહેતી હોય ત્યાં પણ બેઠક વાળી જગ્યા એ પિલરો ફાટી ગયા છે ને ઉપરથી પોપડા પણ ઉખડી રહ્યા છે એટલુંજ નહિ મુસાફરો ને બેસવાના લોખંડ ના બાકડા પણ તૂટી ગયા છે તે પણ ઇજા કરી શકે છે જોકે આ બાબતે અંબાજી એસ.ટી ડેપો ના મેનેજર કલ્પેશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે આ બસ સ્ટેશન ના નવીનીકરણ માટે સરકારે રુપીયા છ કરોડ ની જોગવાઈ કરી છે ને હાલ ના જર્જરીત બિલ્ડીંગ ના ડિમોલેસન માટે ટેન્ડર પ્રક્રીયા પણ થઈ ગઈ છે ,ને મુસાફરો માં આ જોખમી બસ સ્ટેન્ડ ને લઈ સુચનો પાટીયા પર ચોંટાડાયા છે

ST Stand Ambaji

જોકે અંબાજી બસસ્ટેશન (ST Stand Ambaji) 1971 માં બંધાયેલુ છે જે બિલ્ડીંગ જુનુ થયુ છે ને પડેલી તિરાડો ને બિલ્ડીંગ ઉપર ઉગેલા વૃક્ષો જોતા ગમે ત્યારે ધરાસાઈ થાય તેવું ડર સતત લોકો ને સતાવી રહ્યો છે ને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ જર્જરિત એસ.ટી બસસ્ટેન્ડ નું નિકાલ આવે તે જરુરી બન્યુ છે.

બસ સ્ટેશન ના નવીનીકરણ માટે સરકારે રુપીયા છ કરોડ ની જોગવાઈ કરી છે

આ પણ વાંચો…અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ