Rape protest

જામનગરમાં કથિત યૌન શોષણ(Sexual exploitation) મુદ્દે મહિલા આગેવાનો દ્વારા ધરણાં યોજાયા

Sexual exploitation: જામનગર ના ચકચારી કથિત યૌનશોષણ મામલે પીડિતા યુવતીઓને યોગ્ય ન્યાય ના મળતા અને પોલીસ ફરિયાદ હજુ સુધી ના નોધાતા મહિલાઓ દ્વારા ધરણાં યોજી પોલીસ ફરિયાદ ની માંગ કરી હતી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ જૂન:
Sexual exploitation: જામનગર અને સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલ ના ચકચારી કથિત યૌન શોષણ પ્રકરણ અંગે આજે મહિલા ન્યાયમંચ જામનગર દ્વારા લાલ બાંગ્લા સર્કલ ખાતે ધરણાં યોજી આરોપીઓ વિરુધ્ધ વહેલી તકે પોલીસ ફરિયાદ કરવા માંગ કરવામાં આવી હતી

JMC rape protest

મહિલા ન્યાય મંચ ના શેતલબેન શેઠ કોંગ્રેસ ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિત ના મહિલા આગેવાનોએ ધરણાં યોજી જણાવ્યુ હતું કે યોન શોષણ (Sexual exploitation) ના આરોપીઓ વિરુધ્ધ તમામ આધાર પુરાવાઓ રજૂ કરેલ હોવા છતાં હજુ સુધી આરોપીઓ વિરુધ્ધ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી

આ પણ વાંચો…જામનગરમાં યોજાયેલા સમુહલગ્નમાં એવું તે શું ખાસ હતું જાણો…

તેમજ રાજ્યમંત્રી કેબિનેટ મંત્રી અને સાંસદ સહિત ના નેતાઓએ આ પ્રકરણ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હોવા છ્તા આરોપીઓ વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા મહિલાઓ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.