Mass marriage dimple raval

Mass marriage: જામનગરમાં યોજાયેલા સમુહલગ્નમાં એવું તે શું ખાસ હતું જાણો…

Mass marriage: આયોજકો દ્વારા લગ્નમાં કન્યાઓને 82 વસ્તુઓનું આપવામાં આવ્યું કરિયાવર

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ જૂન:
Mass marriage: જામનગર માં શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર નજીક અંધ અપંગ અને નિરાધાર લોકો માટે દૃતીય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 6 જેટલા દંપતીઓએ ભાગ લઈ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા

આ પણ વાંચો…વૃક્ષારોપણ, નિ:શુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવવા ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અપીલ

જામનગર ના અલ્યાબાળા નજીક શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ અપંગ અને નિરાધાર લોકો માટે દ્વૃતીય સમૂહ લગ્ન નું આયોજન કરવાં આવ્યું હતું આ સમૂહ લગ્ન (Mass marriage) માં જામનગર આજુબાજુ ના ગામડાઓ માંથી 6 જેટલા અપંગ અને નિરાધાર લોકો એ સમૂહ લગ્ન નો લાભ લીધો હતો અને પ્રભુતા માં પગલાં માંડયા હતા.

Mass marriage, Jamnagar as Guest Dimple raval

આ સમૂહ લગ્ન (Mass marriage) માં અલગ અલગ વ્યક્તિઓ અને સંસ્થાઑ એ 82 જેટલી વસ્તુઓ આણા માં આપી હતી, આ તકે મુખ્યઅતિથી વિશેષ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ,મહિલા મોરચા ભાજપના હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ સમગ્ર આયોજન નિશુલ્ક કરવામાં આવ્યું હતું

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ સમૂહ લગ્ન નો લાભ લઈ રહેલા લાભાર્થીઓ પણ આ આયોજન થી ખૂબ ખુશ દેખાયા હતા અને આ પ્રકાર ના આયોજન થતાં રહે તે અપીલ કરી હતી, આયોજકો દ્વારા સમૂહલગ્ન (Mass marriage) માં ભાગ લેનાર એક પણ દંપતી પાસે થી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નો હતો.