Yogesh patel Rapid test edited

Rapid test: વડોદરા શહેરી વિસ્તારમાં કોવિડની વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા

Rapid test

વડોદરા શહેરી વિસ્તારમાં કોવિડની ત્વરિત ચકાસણી (Rapid test)માટે ૧૧ ત્વરિત નિદાન કેન્દ્રોની કામગીરીનો નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ કરાવ્યો પ્રારંભ: વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા, ૦૬ એપ્રિલ:
Rapid test: નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું છે કે વડોદરા શહેરમાં માર્ચના ત્રીજા સપ્તાહથી કોરોના સંક્રમણ વધતા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોના ગ્રસ્ત દરદીઓને સત્વરે ખાનગી અને સરકારી દવાખાનાઓમાં આરોગ્ય સેવા મળી રહે તે માટે વ્યાપક પગલાંઓ લીધા છે અને રાજ્ય સરકારે પૂરતું પીઠબળ આપ્યું છે.તેમણે ઉમેર્યું કે શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અંગે શહેરના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી વિગતવાર ચર્ચા કરી હતી. એટલુ જ નહી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે પણ વડોદરાની મુલાકાત લઈ કોરોના સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી સૂચનો પણ કર્યા હતા. જેનો શહેરમાં તબક્કાવાર અમલ કરવામાં આવી રહ્યો છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડોદરા શહેરમાં આજથી વિવિધ ૧૧ જેટલા સ્થળોએ રેપિડ એન્ટી જન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.આ સેન્ટર ખાતે શહેરીજનો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે.એટલુ જ શહેરમાં આજથી લાલબાગ અતિથિ ગૃહ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં વધુ ત્રણ કોવિડ કેર સેન્ટર તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.તેમને ઉમેર્યું હતું કે શહેરમાં રાજ્ય સરકારની સુચના મુજબ કોવિડ પથારીની સુવિધા પણ વધારવામાં આવી રહી છે.શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

ADVT Dental Titanium

તેમને ઉમેર્યું કે ઘર સારવાર મેળવતા દર્દીઓની સંજીવની અભિયાન હેઠળ કાળજી લેવાની સાથે ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘર આંગણે અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ કામગીરી માટે શહેરમાં ૨૦૦ જેટલી સંજીવની ટીમો કાર્યરત કરવામાં આવી છે.વડોદરા શહેરના નાગરિકોને કોરોના મહામારીમાં અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર અને સ્થાનિક તંત્ર પ્રતિબદ્ધ છે.તેમને આ મહામારીથી બચવા સૌએ ફરજિયાત માસ્ક પહેરવા,સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને કોરોના ગાઈડ લાઈનનું અવશ્ય પાલન કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.ગભરાય વગર આપને સૌ સાથે મળી કામ કરીશું તો ચોક્કસ ઝડપથી આ મહામારીમાં થી બહાર આવી શકીશું તેમ તેમને ઉમેર્યું હતું.

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આજે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શરૂ કરવામાં આવેલા ત્વરિત નિદાન કેન્દ્રોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ મુલાકાત વેળાએ નાયબ મેયર નંદા બેન જોશી,સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્રભાઇ પટેલ, પક્ષ અગ્રણી ડો. વિજયભાઈ શાહ, ધારાસભ્યો, નગરસેવકો,મ્યુનિ.કમિશનર પી.સ્વરૂપ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો…Kidney: ૧૩ વર્ષના યશની કિડની ફેઇલ થતા… પિતાએ કિડની દાન કરી