Election Comission

મતદાન મથક – મતગણતરી સ્થળ તથા સીકયુરીટી કોર્ડન કરેલ વિસ્તારમાં વિજાણું સાધનો પર પ્રતિબંધ

મતદાન મથક – મતગણતરી સ્થળ તથા સીકયુરીટી કોર્ડન કરેલ વિસ્તારમાં વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા ઉપર પ્રતિબંધ

અહેવાલ: હેતલ દવે

સુરેન્દ્રનગર ,૩૧ ઓક્ટોબર: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના મતદાન થનાર છે. તથા મતગણતરી તા. ૧૦/૧૧/૨૦૨૦ના રોજ યોજાનાર છે. વિધાનસભાની આ પેટા ચુંટણી દરમિયાન મતદાન મથકની તથા સુરેન્દ્રનગરના એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સ્થિત મતગણતરી સ્થળની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં મતદાન / મતગણતરી સરળ અને શાંતીથી થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન. ડી. ઝાલાએ એક હુકમ દ્વારા મતગણતરી સ્થળ તથા સીકયુરીટી કોર્ડન કરેલ વિસ્તારમાં સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

whatsapp banner 1

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ અને મતગણતરી મથક નજીક ફરજ ઉપર મુકેલ સુરક્ષા અધિકારી તેમજ સુરક્ષા કર્મચારીઓ તેમની વિધિસર ફરજો બજાવવા દરમ્યાન સેલ્યુલર / મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરી શકશે. આ જ પ્રમાણે ભારતના ચૂંટણીપંચે નિમેલ નિરિક્ષકો અને ચુંટણી ફરજો પરના પોલીસ અધિકારીશ્રીઓ સહિતના મતગણતરીની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ તેમની વિધિસરની ફ૨જો દરમ્યાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ મતગણતરી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.