bhavnaben hindocha

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા

bhavnaben hindocha

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૩૧ ઓક્ટોબર: કોરોનાના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભુમિકા ભાવજતુ હોઈ તો તે નર્સિંગ સ્ટાફ છે. ડોક્ટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારવારમાં તેઓ પણ કોઈપણ જાતના ડર વગર તેમની ફરજ નિભાવી રહ્યા છે. રાજકોટ સિવિલના એવા જ એક કોરોના વોરિયર્સ નર્સ બહેન ભાવનાબેન હિંડોચા કોવીડ હોસ્પિટલમાં કુલ ચાર રાઉન્ડમાં કોરોનાનાં દર્દીઓની સારવાર કરી ચુક્યા છે.

આ દરમ્યાન તેઓ પણ એક વાર આ મહામારીનો ભોગ બની ચુક્યા છે.. સિવિલ ખાતે તેમણે પણ દર્દી બની સારવાર મેળવી. સાજા થયા બાદ હોમ કોરન્ટાઇન થયા. આ દરમ્યાન  તેમના પતિને પણ કોરોના સન્ક્ર્મણ થતા તેઓ પણ પોઝિટિવ આવતા સિવિલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. ભાવનાબેન જણાવે છે કે, મારા પતિની સ્થિતીઃ ઘણી જ નાજુક બની. તેઓને ૨૨ દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા ત્યારે અમને બહુજ ચિંતા થવા લાગેલી. પરંતુ અમારી સિવિલની ટીમે અમને ધૈર્ય રાખવા સમજાવ્યા. મને અમારા સ્ટાફ પર પૂરો ભરોસો હતો કે તેઓ પણ અન્ય દર્દીઓની જેમ મારા પતિને કઈ જ થવા નહિ દે.

whatsapp banner 1

મારા પતિ પણ કોરોનામાંથી સારવાર મેળવી સ્વસ્થ થઈ ગયા છે. જેણે મારો ઉત્સાહ બેવડાવી દીધો છે. હું મારા મેનેજમેન્ટને કોલ આપું છું કે જયારે પણ જરૂર પડ્યે હું કોરોનાના દર્દીઓની સારવાર નિષ્ઠાપૂર્વક કરવા તૈયાર રહીશ. લોકોને સંદેશ આપતા તેઓ જણાવે છે કે અમે લોકો ખુબ જ સાવધાનીપૂર્વક સારવાર કરતા હોવા છતાં જો અમે સંક્રમિત થઈએ તો તમારે લોકોએ વધુ સાવધાની રાખવી જરૂરી છે. કોરોનાને ગંભીરતાપૂર્વક લેવા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેઓ ખાસ આગ્રહ રાખે છે.

ભાવનાબેન જેમ જ અનેક નર્સિંગ સ્ટાફની બહેનો નારી શક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે. આ મહામારીમાં ફરજથી વિશેષ જીવના જોખમે માનવીય સેવાનો અવસર તેઓ મેળવી તેમની જીવની ધન્ય થયાનું અનુભવે છે.  આવા કોરોના વોરિર્યસ ઘર-પરિવારના સભ્યોના સહકારથી તેઓનો મનોરથ પૂરો કરી રહ્યા છે.