Collector K Rajesh 2

ચૂંટણીના પર્વમાં પ્રત્યેક મતદારોને સહભાગી બની સોશીયલ ડીસ્ટન્સ સાથે જરૂરી તકેદારી રાખી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા: કલેક્ટરશ્રી

Collector K Rajesh 2

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીના પર્વમાં પ્રત્યેક મતદારોને સહભાગી બની સોશીયલ ડીસ્ટન્સ સાથે જરૂરી તકેદારી રાખી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરશ્રી કે.રાજેશનો અનુરોધ

સુરેન્દ્રનગર,૩૧ ઓક્ટોબર: ૬૧-લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં આગામી તા. ૩ જી નવેમ્બરના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીમાં પ્રત્યેક મતદાર તેમના મતાધિકારનો નિર્ભય બની ઉપયોગ કરી શકે તે માટે સઘન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે આ મતદાર વિભાગના તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીના આ પર્વમાં સહભાગી બનવા અને ભારતવર્ષના એક નાગરિક તરીકેની તેમની ફરજ અદા કરવા સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશે અનુરોધ કર્યો છે.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ છે કે, લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોવીડ- ૧૯ ને ધ્યાને લઈ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, તંત્ર દ્વારા મતદાન મથકે હેન્ડ ગ્લોવ્ઝ અને સેનેટાઈઝ સહિતની કોવીડ સંક્રમણ ફેલાય નહી તે માટેની જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે.

whatsapp banner 1

આ ઉપરાંત ચૂંટણી પંચની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકાઓનું પણ ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહયું છે, જે અન્વયે ગત દિવસોમાં આ મતદાર વિભાગના ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં તેમજ દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે કરવામાં આવેલ આહવાનનો તેમણે ખૂબ સારો પ્રતિસાદ આપીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમની પવિત્ર ફરજ બજાવી આપણા સૌને પ્રેરણા પૂરી પાડી છે, ત્યારે મારી લીંબડી મતદાર વિભાગના તમામ મતદારોને અપીલ છે કે, તા. ૩ જી નવેમ્બરના રોજ યોજાનાર મતદાનના દિવસે મતદાનની પવિત્ર ફરજ નિભાવવાની સાથે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેની ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પણ ચૂસ્તપણે પાલન કરીને જિલ્લા તંત્રને ચૂંટણીના આ પર્વમાં સહયોગી બનવાની સાથે  કોરોનાના સંક્રમણને અટકાવવાની ફરજ પણ સંનિષ્ઠાથી નિભાવીએ.