Amit shah tree plantation

Plantation: વૃક્ષારોપણ, નિ:શુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવવા ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અપીલ

Plantation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૫ લાખથી વધુ વૃક્ષારોપણનો અડગ નિર્ધાર. (તાઉ’તે વાવાઝોડામાં 5 હજાર વૃક્ષો ધરાશાયી થયા જે ખોટ પૂરવા 5 લાખ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ)

હરિયાળી લોકસભા- ગાંધીનગર લોકસભા

રાજ્યમાં રવિવારથી રેશનકાર્ડ ધારકો-ગરીબ પરિવારો માટે નિ:શૂલ્ક અનાજ વિતરણ કાર્યક્રમની શરૂઆત : ગાંધીનગર મતવિસ્તારના લાભાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૭૩૨૪૮ ૭૩૨૪૮ કાર્યરત

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને કુદરતી સંસાધનોના જતન કરવા અનેકવિધ પહેલ હાથ ધરાઇ
  • પેરિસ સમજૂતિના ભાગરૂપે ઉજાલા, ઉજ્જવલા યોજના,સૌરઉર્જાનો મહત્તમ ઉત્પાદને વૈશ્વિક ફલક પર નવાઆયામો પ્રસ્થાપિત કર્યા
  • Plantation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “મિશન મિલિયન ટ્રી” થી દસ વર્ષમાં શહેરનું ગ્રીન કવર 4 ટકા થી 10 ટકા એ પહોંચ્યુ
  • કોરોના સામેની જંગમાં રાજવ્યાપી નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં મહત્તમ નાગરિકો જોડાય

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૨ જૂન:
Plantation: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણ ઝુંબેશની શરૂઆત કરી છે. તેઓએ અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશને વ્યાપક બનાવવાનો સંદેશ આપ્યો હતો. “હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા” અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીના લોકસભા મતવિસ્તારના 10 સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રીય ગૃહમંત્રીએ આજથી શરૂ થયેલ વૃક્ષારોપણ (Plantation) ઝુંબેશ , ગઇકાલ તારીખ 21 જૂનથી શરૂ થયેલ રાજ્યવ્યાપી નિ:શુલ્ક રસીકરણ અને રવિવાર તારીખ 27 થી શરૂ થનાર નિ:શૂલ્ક અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવીને લોકઉપયોગી બનવા અપીલ કરી હતી. કોરોના કાળમાં ઘણાંય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના આર્થિક ઉપાર્જન પર પ્રતિકૂળ અસરો થતી જોવા મળી છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દિવાળી એટલે કે આગામી 4 મહિના સુધી દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં પણ રવિવાર તારીખ 27 જૂનથી રાજ્યભરના રેશનકાર્ડ ધારકો અને ગરીબ લોકો માટે નિ:શૂલ્ક અનાજ વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. આ અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્ગઢ બનાવવા ગાંધીનગર મતવિસ્તારના નાગરિકો માટે “હેલ્પલાઇન નંબર 73248 73248” કાર્યરત કરવામાં આવ્યો છે. લાભાર્થીઓ આ નંબર પર સંપર્ક કરીને અનાજ વિતરણ સબંધિત તમામ માહિતી મેળવી શકશે તેમ ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતુ. વૃક્ષારોપણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વૃક્ષારોપણ અને પ્રકૃતિના જતનનું મહત્વ સમજાવતા કહ્યું કે,સમગ્ર વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2), અને કાર્બન મોનોક્સાઇડ(CO) જેવા કાર્બન ઉત્સર્જન તત્વોના કારણે પૃથ્વી પરના સરેરાશ ઉષ્ણતા તાપમાનમાં વધારો થયો છે.

આ તત્વોના ઉત્સર્જનથી ઓઝોન લેયરમાં છ્રીદ પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા વધુમાં વધુ વૃક્ષારોપણ (Plantation) કરીને મહત્તમ ઓક્સિજનનું ઉત્સર્જન કરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાણવાયુ સમાન ઓક્સિજનનું મહત્વ કોરોનાકાળમાં સૌને સમજાયું છે. પૃથ્વી અને માનવ બંનેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજનનો મહત્તમ સોર્સ વૃક્ષો છે ત્યારે નાગરિકોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાની કેન્દ્રીય ગૃહમંત્રીએ શીખ આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે, કુદરતી સંસાધનો અને પ્રકૃતિનું દોહન નહીં પરંતુ જતન કરવાનું છે. વિકાસ હંમેશા ટકાઉ હોવો જોઇએ જેના થકી આવનારી પેઢીને પણ વારસામાં કઇંક આપી શકાય. વૃક્ષોમાં ઘણાં વૃક્ષો એવા છે કે જેમનું આયુષ્ય 100 થી 200 વર્ષ છે. આવા વૃક્ષોનો લાભ બે થી ત્રણ પેઢી લઇ શકે છે ત્યારે સર્વે નાગરિકોએ આ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરીને આવનારી પેઢીને પણ પ્રાકૃતિક સંસાધનો ભેટ ધરવી જોઇએ.

કેન્દ્રીય ગૃહમંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રાકૃતિક સંસાધનોના જતન માટે શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલના સંદર્ભ આપતા જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી દ્વારા હાથ ધરાયેલ વિવિધ પહેલને વૈશ્વિક સ્તરે આવકારવામાં આવી છે. નરેન્દ્રભાઇ મોદી દ્વારા પેરિસ સમજૂતીમાં પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસરૂપે ગામે ગામે મહિલાઓને ચૂલા દ્વારા રસોઇથી મુક્તિ અપાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત 14 કરોડ લોકોને ગેસ સહાય, વીજળી બચાવવા ઉજાલા યોજના અંતર્ગત એલ.ઇ.ડી. બલ્બ આપીને રાષ્ટ્રીય સ્તરે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પ્રકૃતિના જતનનો સકારાત્મક દિશાનિર્દેશ સમગ્ર વિશ્વને કર્યો છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

પ્રકૃતિના જતનનો સંદેશ ફક્ત શબ્દોથી નહીં પરંતુ કર્તવ્ય અને પુરૂષાર્થ રૂપી પરિણામોથી પહોંચે ત્યારે તેનું આયુષ્ય દીર્ધાયુ બનતુ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર વિશ્વને તેમની અનેક પહેલથી આ સકારાત્મક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યુ હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષથી “મિશન અભિયાન ટ્રી” ચલાવીને શહેરના ગ્રીન (Plantation) કવર વિસ્તારને 4 ટકા થી 10 ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે જે પ્રશંસાને પાત્ર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તરોત્તર ગ્રીન કવરમાં વધારો કરીને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઉદાહરણરૂપ બને તેવો ભાવ ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો.

અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇકો પાર્ક, ઓક્સિજન પાર્ક, પ્લાન્ટેશન ઓન ડિમાન્ડ (Plantation) જેવી વિવિધ પહેલને આવકારીને આ પહેલ દ્વારા શહેરના ગ્રીન કવર વિસતારમાં વધારો કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કોરોનાકાળની બીજી લહેર દરમિયાન ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડામાં અમદાવાદ શહેરમાં પાંચ હજાર વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોની ખોટ પૂરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો અડગ નિર્ધાર કરવામાં આવ્યો છે જે પ્રશંસાને પાત્ર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલયન ટ્રી અંતર્ગત આ વર્ષે સમગ્ર શહેર વિસ્તારમાં (Plantation) ૧૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.વૃક્ષોની વિવિધ જાતોમાં પીપળો, આંબો, લીમડો જેવા વૃક્ષોના વાવેતરથી પક્ષીઓને પણ ખોરાક મળે છે અને પક્ષીઓનું સ્વૈરવિહાર વધે છે જેનું કાંકરિયા ઉત્તમ ઉદાહરણ છે.કાંકરીયા તળાવ વિસ્તારમાં આ પ્રકારના વૃક્ષોના વાવેતર થકી પક્ષીઓનો શહેર વિહાર મહત્તમ બન્યો છે તેમ ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતુ.

આ પણ વાંચો…મોટી જાહેરાતઃ ઇલેકટ્રીક ટુ વ્હીલર(electric vehicle policy) માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી

ઉપનિષદોમાં પણ વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તેનો સંદર્ભ ટાંકતા ગૃહમંત્રીએ કહ્યું કે, ઉપનિષદોમાં કુવા, વાવ, તળાવ અને પુત્ર થી પણ વિશેષ મહત્વ વૃક્ષોનું છે જેનો ગર્ભિત સંદેશ આપણા આર્ષદ્રષ્ટાઓ ના વિચારોમાં જોવા મળે છે. ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોરોના કાળમાં પોતાના સ્વજનો ગુમાવેલ નાગરિકોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેઓએ આ સંદર્ભે કહ્યું કે, આવનારા સમયમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારીઓ સરકારે આરંભી છે. જેના ભાગસ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં 18 થી વધુ વયજૂથના નાગરિકો માટે નિ:શૂલ્ક રસીકરણ શરૂ કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસની અસરોથી બચવા માટે રસીકરણ જ જ્યારે અમોધ હથિયાર હોય ત્યારે મહત્તમ નાગરિકો રસીકરણ કરાવીને પોતાને સૂરક્ષિત કરે તેવી અપીલ ગૃહ મંત્રીએ નાગરિકોને કરી છે.

ગુજરાત રાજ્યમાં 5 હજાર થી વધુ રસીકરણ કેન્દ્રો છે.આવતીકાલે મહારસિકરણ અભિયાનના પ્રારંભે જ સમગ્ર દેશમાં 80 લાખથી વધુ લોકો એ રસીકરણ કરાવ્યું. ગુજરાતમાં પણ 5 લાખથી વધુ લોકોએ કાલે કોરોનાની રસી મૂકાવીને સમગ્ર વિશ્વમાં કિર્તીમાન સ્થાપિત કરીને ઉદાહરણ પૂરુ પાડ્યું છે. જે અન્ય નાગરિકો માટે પણ સલામતીનો સંદેશ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણ ઝુંબેશ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભાઇ મતવિસ્તારમાં કુલ 10 સ્થળોએ વિવિધ મહાનુભાવો જોડાયા હતા.

અમદાવાદ બોળકદેવ સ્થિત વૃક્ષારોપણ (Plantation) કાર્યક્રમમાં શહેરના મેયર કિરીટભાઇ પરમાર,કર્ણાવતી મહાનગરપાલિકાના અધ્યક્ષ અને પૂર્વ મેયર અમિતભાઇ પોપટલાલ શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર મુકેશકુમાર, અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, સર્વે કાઉન્સીલરઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.