મારે અને તમારે રવિવારની રજા હોય છે, સિવિલના સ્ટાફને નહીં: ડો. દિનેશ ભટ્ટ, જામનગર

સરકારી હોસ્પિટલના સ્ટાફનાં સગાંઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાની માન્યતાને ખોટી સાબિત કરતા જામનગરના તબીબ ૨૪ x ૭ અને ૩૬૫ દિવસ કોરોનાના દર્દીઓની સતત વહારે રહેતા ડોકટર્સ, નર્સ, એટેન્ડન્ટસ, સર્વન્ટસ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: જેમની પુત્રી રાજકોટની … Read More

રમત રમતમાં કોરોનાને હરાવતા કોવીડ હોસ્પિટલના દર્દીઓ

પેઇન્ટિંગ, લેખન, વાંચન,  ગેમિંગ, ફિલ્મ શો જેવી રીક્રીએશન પ્રવૃતિઓ થકી કોરોનાના દર્દીઓ માનસિક તાણમાંથી આવી રહયાં છે બહાર મનગમતી પ્રવૃતિઓમાં સતત રત રહેવાથી મન પ્રફુલ્લિત રહે છે: હસમુખભાઈ ભલાણી સિવિલમાં માત્ર સારવાર જ નહીં, અમને … Read More

તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ

અગર તમે કોઈ એક વ્યક્તિનું પણ જીવન બચાવશો તો તમનેએક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો આત્મસંતોષ જરૂર મળશે રાજકોટ સીવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવતાં તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯સપ્ટેમ્બર:તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવે છે કે, “કોરોનાના કપરા સમયમાં લોકોને આ મહામારીમાંથી બહાર લાવવા અને તેમની સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે કામ કરી શકે તેવા મેડિકલના ત્રીજા વર્ષના તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જરૂર છે, જે વિદ્યાર્થીઓ સેવા આપવા તૈયાર હોય તેમને તુરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે.” આ મેસેજ વાંચીને તરત જ કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, અને કોવિડ હોસ્પિટલ પહોંચી લોકોની સેવામાં લાગી જાય છે. આ દ્રશ્ય આપણને કોઈ કાલ્પનિક ફિલ્મ જેવું લાગે. પરંતુ વાસ્તવમાં ફિલ્મ જેવી જ ઘટના રાજકોટમાં આકાર પામી છે. કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની દેખભાળ રાખવાની સાથે તેમને માનસિક સધિયારો પૂરો પાડવાનું અગત્યનું કાર્ય પણ સિવિલ  હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કાર્ય કરી રહ્યા છે. પરંતુ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ તેમની સારવાર માટે આરોગ્ય કર્મીઓની વધુ જરૂરિયાત જણાતાં તબીબી વિદ્યાશાખાના  ત્રીજા અને  અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વોલેન્ટિયર તરીકે સેવા આપવા આહવાન કરવામાં આવ્યું હતું, જેનો તબીબી શાખાના વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોતાની સેવારૂપી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બિયાવરના વતની અને મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જયંત દેવાણી કહે છે કે, હું લોકડાઉનના ત્રણ મહિના મારા વતન ગયો હતો. તેવા સમયે અમારા વોટ્સએપ ગ્રુપમાં કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવા માટેના આવેલા મેસેજને વાંચી હું તુરંત જ સ્વયંસેવક તરીકે જોડાવા તૈયાર થઈ ગયો. આ માટે ઘરમાં વાત કરી. ઘરના લોકોએ ડરના કારણે પહેલા તો મને જવાની ના પાડી.  પરંતુ  મેં  તેમને સમજાવ્યા  કે,  આવા સમયમાં જ અમારી સેવાની સાચી જરૂર હોય છે. પરિવારજનો મારી વાત સાથે સહમત થયાં અને આજે હું સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યો છું. મને શરૂઆતમા અહીં આવતા થોડો ડર લાગ્યો, એમ જણાવતાં જયંત કહે છે કે, અમે અહીં દર્દીને જોતા, તેમને મદદ કરતા, ધીમે ધીમે અહીંનો ડર જતો રહ્યો અને દર્દીઓને માનસિક સધિયારો આપી એમની સારવારમાં મદદરૂપ બની તેમનું જીવન બચાવવાના કાર્ય થકી હવે મને અજબ આંતરિક શાંતિ મળી રહી છે. આ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતાં મેડિકલના ચોથા વર્ષના વિદ્યાર્થીની નેન્સી ગણાત્રા કહે છે કે, જે દિવસે મારા મેડીકલના ૪ વર્ષ પૂર્ણ થયા, તે જ દિવસથી મેં કોવીડની ડ્યુટી શરૂ કરી હતી. તેના કારણે મારા જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે. મેં જેટલું ૪ વર્ષમાં નથી શીખ્યું તેટલું આ ૮ દિવસોમાં હું શીખી છું. ઈન્ટર્નશિપ માટે જે બાબતો જરૂરી છે, તેનું મને જ્ઞાન હતું, પરંતુ અહીં આવીને મેં બાયપેપ, એન.આર.બી.એમ. અને વેન્ટિલેટરને માત્ર જોયું જ નહીં, પરંતુ તેનું પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવ્યું છે અને તેના કારણે અત્યારે હું મારું કામ વધુ સારી રીતે કરી શકું છું. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આવા મહામારીના સમયમાં મારી આઈ.સી.યુ.માં ડ્યુટી આવશે. પરંતુ આ મહામારીનો સમય છે, આ સમયમાં આપણે આપણા વ્યવસાયનું કાર્ય નહીં કરીએ તો કોણ કરશે ? તેમ જણાવતાં નેન્સી તેમની સાથેના તબીબી શાખાના અન્ય વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં કહે છે કે, આ મહામારીથી ડરીને આપણે ઘરે જ બેઠા રહેશું તો દર્દીઓની  સંભાળ  કોણ  લેશે ? અને આજે નહીં તો કાલે, આપણે આ બધું શીખવાનું જ છે ને! તો શું કામ આપણે આજે જ આગળ આવી દર્દીઓને મદદ ન કરીએ ! loading…  કોવિડ વોર્ડમાં છેલ્લા ૨૦ દિવસથી સ્વયંસેવક તરીકે કામ કરતાં મેડીકલના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની આસ્થા ગોહિલ કહે છે કે, મને અહીં મારી ફરજ દરમિયાન દર્દી નારાયણની સેવા કરવાનો અને અમારા સીનિયર્સને મદદરૂપ બનવાનો બેવડો લાભ મળી રહયો છે. મારી આ ફરજ દરમિયાન મને ઘણું બધું શીખવા મળ્યું છે. … Read More

કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ: કૌશિકભાઈ મહેતા

કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ‘‘ફૂલછાબ’’ દૈનિકના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર … Read More

સુરત ગલી યુવક મંડળ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૭૨ યુનિટ રકત એકત્ર કરાયું

યોગેશભાઈ ઢીમર ૨૦૦ વખત રક્તદાન કરનાર સૂરતના પ્રથમ વ્યકિત બન્યાઃ સુરત, ૨૮ સપ્ટેમ્બર: કોરોના કાળ વચ્ચે જયારે સૂરત શહેરમાં રકતની અછત સર્જાય છે તેવા સમયે સુરત શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ … Read More

ગંગાસ્વરૂપા મહિલાને મળ્યો ઘરઆંગણે રોજગારીનો અવસર

માંડવી તાલુકાના વિસડાલીયા ક્લસ્ટરમાં ગંગાસ્વરૂપા મહિલાને મળ્યો ઘરઆંગણે રોજગારીનો અવસર આત્મનિર્ભર બની પરિવારની સારસંભાળ રાખતા ગંગાસ્વરૂપા કંકુબેન સુરત, ૨૮ સપ્ટેમ્બર: ભારત સરકારના કેન્દ્રીય કૃષિ, સહયોગ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા … Read More

જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર: સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં … Read More

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળ પર ‘નો પ્લાસ્ટિક ડે’ નું આયોજન

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર: વર્તમાન માં પશ્ચિમ રેલ્વે પર સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અમદાવાદ મંડળ પર “નો પ્લાસ્ટિક ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને હતોત્સાહીત … Read More

स्वच्छता पखवाड़े के तहत अहमदाबाद मण्डल पर ‘नो प्लास्टिक डे’ का आयोजन

 अहमदाबाद, 28 सितम्बर: वर्तमान में पश्चिम रेलवे पर मनाए जा रहे स्वच्छता पखवाड़े के दौरान अहमदाबाद मण्डल पर “नो प्लास्टिक डे” का आयोजन किया गया। इसका मुख्य ध्येय सिंगल यूज … Read More

જામનગરમાં દસ માળની બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કિટના કારણે આગ થી ભારે દોડધામ

જામનગરમાં શરુ સેક્શન રોડ પર દસ માળની બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈલેક્ટ્રીક વાયરીંગ માં શોર્ટસર્કિટના કારણે આગ થી ભારે દોડધામ આગની ઘટના પછી ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે અફડાતફડી: ફાયર બ્રિગેડે … Read More