Gujarat High Court

નર્મદા સુગર ની ચૂંટણી તો થઇ પણ મતગણતરી અંગે અનિશ્ચિતતા

Gujarat High Court

હાઇકોર્ટ માં ચાલતી લાઈવ સુનાવણી ને કારણે ખેડૂત સભાસદો માં આવેલી જાગૃતિ જાણકાર સૂત્રો ના જણાવ્યા મુજબ દિવાળી પછી મતગણના ની શક્યતા.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૫ નવેમ્બર: ભરૂચ અને નર્મદા જિલ્લાના 24 હજાર થી વધુ ખેડૂત સભાસદો અને 602. ગામો માં કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી સંસ્થા નર્મદા. ખાંડ ઉદ્યોગ – નર્મદા સુગર ના સત્તાધીશો સામે હાઇકોર્ટ માં થયેલ અપીલ ને કારણે નર્મદા સુગર ની ચૂંટણી તો થઇ ગઈ પરંતુ સબજ્યુડીશ મેટર. માં હાઈ કોર્ટ ના મનાઈ હુકમ ને કારણે. મતગણના સ્થગિત થયેલ હોય ગત મહિને થયેલ ચૂંટણી ના પરિણામો હજુ જાહેર થયા નથી જેના કારણે મતગણતરી ક્યારે ? ની પુછપરછ સૌ કરી રહ્યા છે અને ખેડૂતો માં તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળે છે બીજી બાજુ હાઈ કોર્ટ માં આ અંગે છેલ્લા ત્રણ દિવસ થી ચાલતી સુનાવણી આજે પૂર્ણ થઇ છે.

whatsapp banner 1

હાઈ કોર્ટ માં આ સુનાવણી લાઈવ જોઈ સકાતી હોય ગ્રામ્ય વિસ્તાર માં આ અંગે લોકો માં જાગૃતિ આવી છે અને ખેડૂતો લાઈવ સુનાવણી જોતા હતા તો જાણકારો ને તે અંગે પૂછી લેતા જણાતા હતા. હવે સુનાવણી બાદ ચુકાદો ક્યારે આવશે ની ચર્ચા ચાલી રહી છે ત્યારે જાણકારો ના કહેવા મુજબ તરત ચુકાદો આવવાની કોઈ શક્યતા નથી હવે દિવાળી વેકેશન બાદ આવી શકે કેટલાક નું માનવું છે કે ઓછામાં ઓછા 30 થી ચાલીશ દિવશ પણ લાગી શકે છે ત્યારે ચુકાદો શું આવશે ? કોને અસર થશે ? તેની ચર્ચા ચાલી રહી છે.

ત્યારે એ હકીકત છે કે જો ચુકાદો. વર્તમાન સંચાલકો વિરુદ્ધ. આવશે. તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ થશે અને સુગર સંચાલકો ની તરફેણ માં આવશે તો પુનઃ પાંચ વર્ષ ની સત્તા નક્કી. ત્યારે કાયદો મહાન છે સૌએ ચુકાદા ની રાહ જોવી રહી.