Tab Water plant

રાજ્યના છેવાડાના ગામ સુધી “નલ સે શુદ્ધ જલ”(nal se jal) પહોંચાડવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે: મુખ્યમંત્રી

વિધાનસભાથી મુખ્યમંત્રી બોલે છે……

nal se jal, CM Vijay Rupani

2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં નલ સે જલ (nal se jal) યોજના દ્વારા રાજ્યના દરેક વિસ્તારને પાણીદાર બનાવવાનું લક્ષ્ય છે

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

ગાંધીનગર, ૦૬ માર્ચ: વિધાનસભાના આઠમા સત્રના પ્રશ્નોત્તરી સેશનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના દરેક ગામ અને શહેરી વિસ્તારમાં “નલ થી શુદ્ધ જલ” (nal se jal) પહોંચાડવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૨ સુધીમાં જ શહેરી તેમજ ગ્રામ્ય દરેક વિસ્તારમાં ૧૦૦ ટકા ઘરોમાં “નળ થી જલ” પહોંચાડવા સંકલ્પ બદ્ધ થઈ છે.

Whatsapp Join Banner Guj

જેના ભાગરૂપે સરકાર દ્વારા (nal se jal) કુલ 4000 કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યના ૮૨ ટકા ઘરોમાં નળથી જળ પહોંચતું કરવામાં આવ્યું છે. બાકીના ૧૮ ટકા ઘરોમાં દર મહિને એક લાખ ઘરોમાં પાણી પહોંચાડવાના લક્ષ્યાક સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

nal se jal

મુખ્યમંત્રીએ વિશેષમાં જણાવ્યું કે, રાજ્યના કેટલાક પરા વિસ્તાર, ડુંગરાળ વિસ્તારના છુટા છવાયા રહેઠાણ વિસ્તારમાં પહોંચાડવામાં સમસ્યા વર્તાઇ રહી છે પરંતુ આ વિસ્તારોમાં પણ લીફ્ટ ઇરીગેશન દ્વારા ઘેર ઘેર સુધી પાણી પહોંચાડવા રાજય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે .
રાજ્યના છેવાડાના ગામ સુધી નળ થી શુદ્ધ જળ (nal se jal) પહોંચે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતુ.

nal se jal

અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ઘરમાં પહોંચતા શુદ્ધ પાણીના (nal se jal) જથ્થાને કારણે લોકોમાં પાણી જન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. હાથી પગા જેવા વિવિધ રોગોનો પગ પેસારો ઘરોમાં જોવા મળતો હતો. આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસો દ્વારા પાઇપલાઇન દ્વારા ગ્રામ્ય – શહેરી વિસ્તારમાં પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનો મુખ્યમંત્રીએ કહ્યું હતું.

આ પણ વાંચો…શું તમે જાણો છો ? ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ.. (Eco Development Sites) જંગલમાં કુદરતના ખોળે સુખનો સમય વિતાવવાની આપે છે વિશિષ્ટ સુવિધા…