mansukh vasava

ઘર ના કે ઘર ની બહાર પીઠ માં ખંજર મારનારા ચેતી જજો: (Mansukh Vasava) મનસુખ વસાવા

Mansukh Vasava

Mansukh Vasava: રાજપીપલા નગરપાલિકા માં હવે ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી નહિ લેવાય
જાહેર મંચ પર થી વિરોધીઓ ને ખરી ખોટી સંભળાવતા સાંસદ મનસુખ વસાવા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા,૨૨ ફેબ્રુઆરી
: નર્મદા જિલ્લા મથક રાજપીપલા ખાતે યોજાયેલ સી આર પાટીલ ની જાહેર સભા ને સંબોધતા સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) આક્રમકઃ મૂડ માં આવી ગયા હતા અને પક્ષ ના તેમજ પક્ષ બહાર ના વિરોધીઓ ને ખરી ખોટી સંભળાવી દીધી હતી તેમણે વિરોધીઓ ને પડકારતા જણાવ્યું હતું કે પીઠમાં ખંજર મારવાની પ્રવૃતિઓ બંધ કરો તાકાત હોય તો સામે મેદાન માં આવો ભાજપ છોડી ગયેલાઓ ને જણાવ્યું હતું કે શાન માં રહો સાંસદ હોવાને લીધે મારી મર્યાદા છે બાકી તમે પક્ષ માં હતા ત્યારની તમારી કેસેટો મારી પાસે છે સમજી જજો.

Whatsapp Join Banner Guj

મારા વિષે. અફવા ફેલાવાનું બંધ કરો. મનસુખ વસાવા (Mansukh Vasava) લોકસેવા માટે રાજકારણ માં છે પૈસા કમાવા નહિ. પૈસા.કમાયા હોત તો વડોદરા ગાંધીનગર માં બાંગ્લા ને જમીનો હોત માટે મારા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરનારા દુધે ધોયેલા નસથી સો ચૂહે ખાકે બિલ્લી હજ કો ચાલી જેવો ઘાટ છે રાજપીપલા નગરપાલિકા માં ભ્રસ્ટાચાર હવે નહિ ચલાવી લેવાય કહી પ્રજા ને પાલિકા માં ભાજપ ને પૂર્ણ બહુમતી આપવા અપીલ કરી હતી આજના વક્તવ્ય માં સાંસદે બતપ ના એમ એલ એ. છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર ધારાસભ્ય મહેશ વસાવા ને આદિવાસીઓ ના મસીહા નહિ પરંતુ ઠગનારા. ગણાવી બી ટી પી ના મહેશ વસાવા થી ગભરાવાનું નહી

એતો મારા માટે મચ્છર છે એમ જણાવી ઈકો સેન્સિટિવ ઝોન ની એન્ટ્રી કાયમી રદ્દ કરાવી હોવાનું જણાવી બીટીપી ની વાતો ભ્રમ ફેલાવનારી હોવાનું જણાવી ચૂંટણી બાદ તેમનું સ્થાન બતાવી દઈશ તેમ જણાવ્યું હતું
સંસદ સભ્ય વસાવા ના આજના વક્તવ્ય ની ભારે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો…પીએફના નિયમોમાં થશે બદલાવ, આ તારીખથી લાગૂ થશે પીએફ(PF new Rule) સાથે જોડાયેલો નવો નિયમ