Voting painting 3

લીંબડી: ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ

લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે SVEEP અંતર્ગત ઓનલાઈન મતદાર જાગૃતિ ચિત્રસ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગર, ૩૦ ઓક્ટોબર: સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૬૧- લિંબડી વિધાનસભા મતવિસ્તારની તા.-૦૩/૧૧/૨૦૨૦ ના રોજ પેટા ચુંટણી યોજાનાર છે. જે અન્વયે મતદારોને ચુંટણી પ્રક્રિયા અંગેનું પધ્ધતિસરનું માર્ગદર્શન મળી રહે અને કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ સાવચેતીપુર્વક વધુમાં વધુ મતદાન થાય તે માટે  ‘SVEEP’  અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે. રાજેશ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ભરત જોષી તથા નોડલ અધિકારી ‘SVEEP’ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના સુચન અને માર્ગદર્શન થકી મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

જેમાં સુરક્ષિત મતદાન વધે તે માટે ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઓનલાઇન મતદાર જાગૃતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ મતદાર જાગૃતિ અંગેના ચિત્રો તૈયાર કરેલ છે. આ ચિત્રોમાંથી તજજ્ઞો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

whatsapp banner 1

આ સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોમાં અંડર ૧૪ ચિત્રસ્પર્ધામાં પ્રથમ ક્રમે દેવપરા પ્રાથમિક શાળાના સતિષ જયંતિભાઇ રોકિયા, દ્વિતીય ક્રમે મોડેલ સ્કુલગોખરવાળા(કે.જી.બી.વી.ખાંડિયા)ના વનાણી યસ્વી વિપુલભાઇ અને ત્તૃતીય ક્રમાંક પર સતાપરા દિપ્તિબેન ભરતભાઇને વિજેતા જાહેર કરાયા હતા. તેમજ અંડર ૧૮ ચિત્રસ્પર્ધામાં પ્રથમ ક્રમે સાર્વજનિક હાઇસ્કુલ-સાયલાના રાહુલ રાઠોડ, દ્વિતીય ક્રમે જે.ડી. કોઠારી માધ્યમિક શાળાના ભવાનીસિંહ બારડ અને તૃતિય ક્રમે સાર્વજનિક હાઇસ્કુલ-સાયલાના સંજયભાઇ પિઠવાને વિજેતા જાહેર કરાયા હતા. આ તમામ વિજેતાઓને નોડલ અધિકારી ‘SVEEP’ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા