Holika Dahan 3

અંબાજીઃ હોલિકા દહન (Holika Dahan) દરમિયાન હોળી કોઇ જ દિશામાં ન જતા ચક્રવાત થવાની સંભાવના સેવાઇ- જાણો સંપૂર્ણ વિગત

પ્રમાણે અંબાજી માં હોલિકા દહન (Holika Dahan)કરવામાં આવ્યું…… હોળી કોઈજ દિશા માં ન પડતા વચ્ચેજ વિખેરાઈ જતા ચક્રાવાત ની સંભવના સેવાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૮ માર્ચ:
આસુરી શક્તિ નો નાસ એટલેકે હોળી નો પર્વ ……હિરણ્ય કસ્યપ ની બહેન હોલિકા (Holika Dahan) ને અગ્નિ માં પણ ન બળી શકે તેવું વરદાન હતું જેને લઈ હોલિકા અસુરો નો સાથ આપવા ભક્ત પ્રહલાદ ને ખોળા માં લઈ અગ્નિ માં બેસી ગયી જ્યાં ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી હોલિકા બળી ગયી અને ભક્ત પ્રહલાદ બચી ગયો આ એક પરંપરા સતયુગ થી ચાલી આવી છે

Whatsapp Join Banner Guj

ને આજે પણ હોલિકા દહન (Holika Dahan) તરીકે આ પર્વ ને ઉજવવા માં આવે છે જોકે આ વખતે હોળી ઉપર પણ કોરોના ની ગાજ પડી હોય તેમ સરકાર ની sop પ્રમાણે અંબાજી માં હોલિકા દહન કરવામાં આવ્યું જ્યાં અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજાવિધિ કરી હોળી પ્રગટાવવા માં આવી હતી

Holika Dahan,pooja ambaji

જોકે આ પૂર્વે રાજસ્થાની લોકો દ્વારા ઉભેલી હોળી ની પણ પૂજા કરવાની એક પરંપરા આજે પણ જોવા મળી હતી જોકે હોળી પ્રગટયા બાદ હોળી જે દિશા માં પડે તે અનુસાર આગામી ચોમાસા માં વરસાદ કેવો રહેશે તેનો પણ વર્તાવો નીકળતો હોય છે આજે હોળી કોઈજ દિશા માં ન પડતા વચ્ચેજ વિખેરાઈ જતા ચક્રાવાત ની સંભવના સેવાઈ રહી.

આ પણ વાંચો…66th filmfare awards 2021ની થઇ જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર- એક્ટ્રેસનો એવોર્ડ અને કઇ બની બેસ્ટ ફિલ્મ- વાંચો વિગતે માહિતી