પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 5 ફેસ્ટિવલ (Festival train) સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત

Festival train

પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 5 ફેસ્ટિવલ (Festival train) સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત

અમદાવાદ , ૨૮ માર્ચ: Festival train: મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભારતીય રેલ્વેના વિવિધ સ્ટેશનોથી શરૂ થતી તથા સમાપ્ત થતી અને પશ્ચિમ રેલ્વેના સ્ટેશનો વચ્ચે શરુ / ટર્મીનેટ થનારી 5 ફેસ્ટિવલ (Festival train) સ્પેશિયલ ટ્રેનોની સેવાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.

મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 02989/02990 દાદર – અજમેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (ત્રિ-સાપ્તાહિક)

ટ્રેન નંબર 02989 દાદર – અજમેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 3 એપ્રિલથી 1 જુલાઇ, 2021 અને ટ્રેન નંબર 02990 અજમેર – દાદર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 2 એપ્રિલથી 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj

2.  ટ્રેન નંબર 02490/02489 દાદર – બીકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)

ટ્રેન નંબર 02490 દાદર – બિકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 4 એપ્રિલથી 30 જૂન, 2021 અને ટ્રેન નંબર 02489 બીકાનેર – દાદર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 3 એપ્રિલથી જૂન 29, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

3. ટ્રેન નંબર 04818/04817 દાદર – ભગતકી કોઠી ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)

ટ્રેન નંબર 04818 દાદર – ભગતકી કોઠી ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 2 એપ્રિલથી 29 જૂન, 2021 અને ટ્રેન નંબર 04817 ભગતકી કોઠી – દાદર ફેસ્ટીવલ સ્પેશિયલના ફેરા 1 એપ્રિલથી 28 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

4.ટ્રેન નંબર 09707/09708 બાન્દ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર ફેસ્ટિવલ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09707 બાન્દ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 3 એપ્રિલથી 2 જુલાઇ, 2021 અને ટ્રેન નંબર 09708 શ્રી ગંગાનગર – બાન્દ્રા ટર્મિનસ ફેસ્ટીવલ સ્પેશિયલના ફેરા 1 એપ્રિલથી 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ADVT Dental Titanium

5. ટ્રેન નંબર 02474/02473 બાન્દ્રા ટર્મિનસ – બીકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 02474 બાન્દ્રા ટર્મિનસ – બિકાનેર સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 6 એપ્રિલથી 29 જૂન, 2021 અને ટ્રેન નંબર 02473 બિકાનેર – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરા 5 એપ્રિલથી 28 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 02989, 02490, 04818, 09707 અને 02474 ના વિસ્તૃત ફેરા માટે નું બુકિંગ 30 માર્ચ, 2021 ના ​​રોજ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત તમામ (Festival train) ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. ટ્રેનોની સંરચના, ઑપરેટિંગ સમય, આવર્તન, સ્ટોપેજ અને મુસાફરી ના દિવસોની વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.inપર જઈ શકે છે.