Deesa Garden edited

ડીસાના અદ્યતન બગીચા (Garden)નો વિવાદ પાલિકાની બજેટ બેઠકમાં ગુંજશે

Deesa Garden edited

૧.૩૦ કરોડના ખર્ચે બનેલ બગીચો ઉજ્જડ બનવાના આરે, નવીન બગીચો (Garden) તાત્કાલિક શરૂ કરવા ભાજપ સભ્યની માંગ

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૨૮ માર્ચ:
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં ૧.૩૦ કરોડના ખર્ચે અદ્યતન અને આલીશાન બગીચો (Garden) બનાવવામાં આવ્યો છે પરંતુ આ બગીચાને કોઈની નજર લાગી હોય તેમ શરૂ થાય તે પૂર્વે જ વિવાદોમાં સપડાયો છે. જેથી ૩ વર્ષથી બંધ બગીચો ઉજ્જડ બનવા તરફ અગ્રેસર છે ત્યારે હવે ખુદ ભાજપના એક કર્મઠ અને શહેરના હિતેચ્છુ નગરસેવકે મેદાનમાં આવી બગીચો શરૂ કરવા આવતી કાલે યોજાનાર બજેટ બોર્ડની બેઠકમાં આ બાબતને ધ્યાને લેવા પ્રમુખ સમક્ષ માંગ કરાશે તેવું નગરસેવક ચેતન ત્રિવેદીએ જણાવ્યું છે.

ADVT Dental Titanium

ડીસામાં હરવા ફરવાના સ્થળના અભાવે લોક લાગણીને ધ્યાને લઇ ભાજપ શાસિત બોડીમાં તત્કાલિન પ્રમુખ પ્રવિણ માળી દ્વારા કરોડોના ખર્ચે નાનાજી દેશમુખ નામ આપી બગીચો (Garden)બનાવવામાં આવ્યો છે. જોકે બગીચો બન્યા બાદ જમીનને લઈને વિવાદ ઉભો થતા ઉદઘાટનના કલાકો પહેલા ડીસા નાયબ કલેકટરે મનાઈ હુકમ ફરમાવી દેતા ત્રણ વર્ષથી બંધ પડેલો ઉત્તર ગુજરાતનો સૌથી સુંદર ગણાતો બગીચો હવે ઉજ્જડ બની રહ્યો છે

Deesa Garden 2 edited

ડીસાવાસીઓની બેઠક ઉપર નજર….
છેલ્લા ત્રણ વર્ષથી રાજકીય વિવાદોમાં ઘેરાયેલ આ બગીચા નો યોગ્ય નિર્ણય લઈ શરૂ કરવા હવે ખુદ ભાજપના ચૂંટાયેલા સભ્ય પણ માંગ કરી રહ્યા છે ત્યારે આવતીકાલે યોજાનાર બજેટ બોર્ડ માં શુ નિર્ણય લેવાય છે ? તેના ઉપર ડીસાવાસીઓની નજર મંડરાઈ છે.

ત્યારે આ બગીચાને શરૂ કરવા અનેક વખત રજૂઆતો થવા છતાં રાજકીય કારણોસર આ બગીચા (Garden)ના તાળા ખુલતા નથી જેથી લોક લાગણી દુભાય છે ત્યારે હવે નવા ચૂંટાયેલા ભાજપના નગરસેવક ચેતન ત્રિવેદીએ આ બગીચો શરૂ કરવાની માંગ કરી છે. તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોઈપણ વિવાદ હોય તેનો સમાધાનકારી ઉકેલ લાવી બગીચો શરૂ કરવો જોઈએ જેથી ડીસાવાસીઓને ફરવા માટે એક સ્થળ મળી શકે.પાલિકામાં હાલ ભાજપની સત્તા છે અને ઉપર સરકાર પણ ભાજપની છે સાથે તમામ ચૂંટાયેલા સભ્યો પણ બગીચા માટે સહમત છે

Whatsapp Join Banner Guj

ત્યારે આવતીકાલે મંગળવારે યોજાનાર બજેટ બોર્ડની બેઠકમાં બગીચા (Garden)ને શરૂ કરવા નિર્ણય લેવો જોઈએ.સાથે એમ પણ જણાવ્યું હતું કે ડીસાના નગરજનોએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી હોય અને સત્તા સોંપી હોય ત્યારે પ્રજાના સુખાકારી માટે બગીચો શરૂ કરવો ચૂંટાયેલા સભ્યોની ફરજ થઈ પડે છે.

આ પણ વાંચો…અંબાજીઃ હોલિકા દહન (Holika Dahan) દરમિયાન હોળી કોઇ જ દિશામાં ન જતા ચક્રવાત થવાની સંભાવના સેવાઇ- જાણો સંપૂર્ણ વિગત