Corona Warriors Sanman at Bardoli 3 edited

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

Corona Warriors Sanman at Bardoli 8 edited

બારડોલી તાલુકામાં આરોગ્યકર્મીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ કોરોના સંકટમાં

સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર

Corona Warriors Sanman at Bardoli 3 edited

સુરત:શનિવાર: કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની સરાહનીય કામગીરી બદલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલીના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે સન્માનિત કરાયા હતા. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કોરોના વોરિયર્સના સન્માન સમારોહમાં આરોગ્યલક્ષી સેવાઓ, જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડપેકેટ વિતરણ, પરપ્રાંતીયોને વતનમાં પહોંચાડવા, સાફ-સફાઈ, કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિતની કામગીરીમાં યોગદાન આપનાર તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, હેલ્થ વર્કર, પોલીસ, શિક્ષકો, આરટીઓ ઓફિસરો, પોલીસ જવાનો, શિક્ષકો, ડ્રાઇવરો તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સમાજસેવકોને મંત્રીશ્રીએ બહુમાન કર્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સમરોહ યોજાયો હતો.

Corona Warriors Sanman at Bardoli 4 edited

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં કોરોનાના કહેર સામે લડવા માટે સરકાર દ્વારા લોકડાઉનથી અનલોક દરમિયાન અનેક પગલાઓ લઈને કોરોનાના સંક્રમણને અટકાવવાંમાં સરાહનીય પગલાઓ ભર્યા છે. બારડોલી તાલુકામાં તબીબો, આરોગ્યકર્મીઓ, સરકારી અધિકારીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ એકબીજાના સહકાર તેમજ સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે. બારડોલી પ્રદેશ હંમેશા જનસેવા અને સામાજિક પ્રવૃત્તિ માટે હંમેશા આગળ પડતો રહ્યો છે, ત્યારે લોકડાઉનમાં તેમજ કોરોના સંક્રમણની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મોટાપાયે સહાય કરવામાં આવી છે, ઉપરાંત કોરોનાગ્રસ્તોને ઉત્તમ અને સંતોષકારક આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં પણ સફળ રહ્યા છીએ.

Corona Warriors Sanman at Bardoli 5 edited

આ મહામારીમાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ પાઠવતા તેમણે જણાવ્યું કે, વું છું આપણે સૌએ કોરોના કાળ દરમ્યાન તમામ સરકારના તમામ દિશાનિર્દેશો અને નિયમોનું પાલન કરવું જોઇએ. આપણે કોરોનાથી ડરવાની નહિ, પરંતુ તેની સામે સાવચેતી રાખવાની એકમાત્ર જરૂરિયાત છે

Corona Warriors Sanman at Bardoli 7 edited

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી ગણેશભાઇ, ઉદ્યોગ સહકારી મંડળીના ચેરમેનશ્રી ભાવેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ચૌધરી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ, પ્રાંત અધિકારીશ્રી વી.એન.રબારી, ડીએસપીશ્રી રૂપલબેન સોલંકી તથા અન્ય અધિકારીઓ અને કોરોના વોરિયર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter bane 1