Corona Test 2

અંબાજી પંથક માં કોરોનાં ટેસ્ટ ની કામગીરી હાથ ધરાઇ

Corona Test 2

અંબાજી 10 ઓગસ્ટ : બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે ને હાલ માં આ દાંતા તાલુકા માં વિવિધ વિસ્તારો માંથી હમણાં સુધી 34 જેટલાં કોરોના નાં પોઝીટીવ કેસ મળી આવ્યા છે. ને દાંતા તાલુકા વિસ્તાર માં વસતાં આદીવાસી લોકો ગરીબ હોવાથી કોરોનાં ટેસ્ટ માટે દુર સુધી જઇ ન શકે તે ને લઇ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ધનવંતરી રથ મારફતે ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે રેપીડ ટેસ્ટ દ્વારા કોરોનાં ની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Corona Test

છેલ્લા બે દિવસ થી અંબાજી પંથક માં પણ કોરોનાં ટેસ્ટ ની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં 39 શંકાસ્પદ લોકો નાં રેપીડ કિટ દ્વારા કોરોનાં નાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1 કેસ પોઝીટીવ આવ્યો હતો. જેને લઇ અંબાજી વિસ્તાર માં કુલ 4 જેટલાં કોરોનાં નાં પોઝીટીવ મળી આવ્યા છે. ને હાલ માં પણ આ ધનવંતરી રથ મારફતે રેપીડ કિટ દ્વારા કોરોનાં ની તપાસ જુંબેસ ચાલુ છે. આ સાથે અસરગ્રસ્ત લોકો ને દવા સહીત આયુર્વેદીક ઉકાળા નું પણ વિતરણ કરવામાં આવી રહ્યુ હોવાનુ એમ.ઓ.પી.એચ.સી,આરોગ્ય વિભાગ ડૉ.તુષાર નિસાત એ જણાવ્યુ હતુ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા