Paulik Desai Surat

સુરતની કોવિડ હોસ્પિટલ રાજ્ય ભરમાં શ્રેષ્ઠ સેવા સાથે કાર્યરત:પૌલિક દેસાઈ

કોરોના કરતાં મોટી મહામારી ઓ સામે આ શહેર ઝઝૂમ્યુ અને બહાર આવ્યું…. હતું

Paulik Desai Surat
પૌલિક દેસાઈ
Dy. Secretary, ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમેર્સ & ઇન્ડસ્ટ્રી, સુરત

સુરત:સોમવાર:-  એક પ્રાથમિક શાળાના શિક્ષકના  નામે આ પ્રદેશની આખી યુનિવર્સિટીનું નામ કરણ થાય એજ સૂરત…મોગલો ને ગમ્યું સૂરત…. અંગ્રેજોનો પહેલો પ્રવેશ પણ સૂરત ….સૂર્ય પુત્રી તાપી નદીના સ્મરણ માત્રથી ઉદ્ધાર થાય…કિનારાનું શહેર એટલે સૂરત….હીરા ઉધોગ ,ડાયમંડ ઉધોગ કાપડ ટેક્ષટાઈલ, જ્વેલરી,અને  ભરપુર  રોજગારી આપતું   અને  દેશના તમામ   રાજ્યોના લોકોને પોતાનામાં સમાવી લીધા છે એવું   એક માત્ર  શહેર અને હવે સૂરતની  વૈશ્વિક રીતે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત છે જ, એવા સુરત ની સ્થાપના અંદાજિત ૧૨મી સદીમાં થઇ હતી, ત્યાર બાદ શહેર ઉપરા છાપરી આક્રમણો થયા આખરે મુગલો દ્વારા સુરતને મુગલ રાજની આર્થિક રાજધાની બનાવવામાં આવી, અંગ્રેજો દ્વારા ભારતભર માં સુરતમાં પેહલી વાર પગ મુકવામાં આવ્યો અને તેમની સૌ પ્રથમ ટેક્સટાઇલ ફેક્ટરી ૧૬૬૮માં સુરત ખાતે નાખવામાં આવી હતી. 

અંગ્રેજો દ્વારા મુંબઈ શહેરની સ્થાપનાર્થે સુરત શહેર સ્થિત વાણીયા, પારસી અને મુસ્લિમ વ્યાપારીઓને મુંબઈ સ્થળાંતરિત થવાનું આમંત્રણ મળ્યું અને સુરતને મોટા ભાગના વાણિયા અને પારસી વ્યાપારીઓએ મુંબઈ શહેરની સ્થાપના કરી, એમાં આજના ભારતના નીજી ક્ષેત્રની સૌથી મોટી કંપનીની સ્થાપના કરનારા શ્રી જમશેદજી ટાટા નું પરિવાર અને વાડીયા બ્રધર્સ નો પણ સમાવેશ થાય છે,  સુરતથી મુંબઈ સ્થાયી થયેલ ગુજરાતી વાણીયા વેપારીઓ દ્વારા સને-૧૮૫૭માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રથા શરૂ કરેલી અને એક સમયે BSE ભારત નું મુખ્ય સ્ટોક એક્સચેન્જ રહી ચૂક્યુ છે.

આવી તમામ ઐતહાસિક બાબતો સુરતના પાણીનો મિજાજ દર્શાવે છે કે, સુરતી ઓ શું કરી શકે છે, જો તે સમયે સુરતીઓ- મુંબઈ શિફ્ટ નહિ થયા હોતે, તો આજે સુરત ભારત ની આર્થિક રાજધાની હોતે.

સુરતના ૮૦૦વર્ષના ઇતિહાસમાં અવાર-નવાર કોઈ ને કોઈ ઉપાધી હંમેશા નડેલ છે, પરંતુ સુરતીઓનો આગવો અભિગમ, ફાઈટિંગ સ્પિરિટ, કોઈ પણ સંજોગો જીવી લેવાની કળા અને સરળ સ્વભાવ ના કારણે સુરતીઓ હર હંમેશ ગમે તે પરિસ્થિતિથી હોઈ તેનો હિમ્મત પૂર્વક સામનો કરી ફરી પાછા બેઠા થયા છે અને પોતાની એક આગવી ઓળખ મેળવેલ છે. 
વર્ષ-૧૭૯૦માં સુરત ભારતનું અંગ્રેજોના રાજમાં આર્થિક રાજધાની હતી અને તે વર્ષે પ્લેગ થવાના કારણે સુરતમાં લગભગ ૮૦,૦૦૦ વ્યક્તિના મોત થયા, તેમ છતાં પણ વર્ષ-૨૦૨૦માં સુરત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતુ શહેર છે, ૨૦૦ વર્ષ પછી પણ સુરતીઓના ખમીરના કારણે સુરત આજે ભારતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે, આ કેવી રીતે શક્ય બને? “સુરત એ સોનાની મુરત” કેહવત છે, જે આઝાદી પછી વખતો વખત આવેલ કુદરતી તથા માનવ સર્જિત  આફતો માંથી ટૂંકા ગાળામાં પાછું બેઠું થયું છે, પછી એ ભલે ૧૯૯૪માં આવેલ પૂર અને તે પછી નો ન્યુમોનિક પ્લેગ હોઈ, કે પછી વર્ષ ૨૦૦૬ની અતિ ગંભીર પૂર હોય. આ બંનેય પરિસ્થિતિમાં એવું લાગતું હતું કે, હવે સુરત હવે બેઠું થાય  એ શકયતા  ઓ અંગે  લોકો માં શંકા  હતી  ભવિષ્ય ડરામણું લાગતું હતું, હું આ સમયે સ્કુલમાં ભણતો વિદ્યાર્થી હતો ઘરમાં બીકનું વાતાવરણ હતું, સમાજમાં લોકોને થતા ધંધા વ્યાપારનું નુકસાનના કારણે એક સ્ટ્રેસનું વાતાવરણ હતું, પણ…સુરત એ સુરત… આ બંને પરિસ્થિતિ માત્ર ત્રણ મહિનામાં સુરત ની સ્થિતી સામાન્ય થવા લાગી. લોકોને થયલું નુકસાન ટુંકા જ સમય માં વસુલ થઇ ગયું અને વર્ષ-૨૦૧૬ ઉપરાંત સુરત વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતુ શહેર બની ગયું. 

કોવિડ-૧૯ની પરિસ્થિતિથી હાલ સુરત અને આસપાસના વિસ્તારની સ્થિતી અતિ ગંભીર હોય, નાના વ્યાપારી અને ઉદ્યોગ પતિને પોતાના ધંધા વ્યાપાર અંગે ચિંતા થવી એ સ્વાભાવિક છે, પરંતુ સુરતના ઇતિહાસને ધ્યાન રાખી તાપી ના પાણી ઉપર વિશ્વાસ રાખી પોતાની ફાઈટિંગ સ્પિરિટ મેન્ટેન રાખો, આ સમય માનસિક વ્યવસાયમ તથા નોલેજ ઈન્ક્રીમેન્ટ માટે વાપરી ભવિષ્યમાં આવનારી તકો માટે પોતાને તૈયાર કરવામાં લાગવાથી સૌનું ભલું થવાનું છે. 
મારી સર્વ સુરતીઓને અપીલ કે, આ કપરા સમયમાં પોતાને કોઈપણ જાતના નેગેટિવ વિચારોથી દૂર રાખી, સુરતના આગવી ઇતિહાસને યાદ કરી પોતાનો કોન્ફિડેન્સ જાળવી રાખો એવી નમ્ર વિનંતી. 

ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લોકહિતમાં ઘણા પ્રોત્સાહિક પગલાં હાલની પરિસ્થિતિમાં લેવાયેલ હોય, સારા માં સારી તબીબી સેવાઓ અને મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે હમણાં સૂરત આવ્યા ત્યારે કહયુ તેમ સૂરત ની કોવિડ હોસ્પિટલો ની વ્યવસ્થા અને આરોગ્ય સેવા આખા રાજ્ય માટે પ્રેરણા રૂપ છે   ભવિષ્યમાં પણ આપણે સૌનું સરકારશ્રી તરફથી સહયોગ મળતો  રહેશે તે નિર્વિવાદ હોઈ, ભવિષ્યની ચિંતા ના કરી આવનારી સારા સમયની તક નો કેવું રીતે ફાયદો મળી રહે તે અંગે વિચાર અને પરામર્શ ચાલુ રાખી કોવિડ-19 વિરુદ્ધ ઝુંબેશને પકડી રાખો, આપણો વિકાસ કોઈ અટકાવી નો શકે તે આત્મવિશ્વાસ સાથે આ સમય પસાર કરો એવી શુભકામના.