corona patient Maternity sayaji

Corona patient maternity: કોવિડ પોઝિટિવ સગર્ભાની પ્રસૂતિ કે સીઝર કરતી વખતે પીપીઈ કીટની ઉપર સ્ટરિલાયઝડ ગાઉન અને ફેસ માસ્ક પહેરવો પડે

Corona patient maternity: પોતાને ચેપમુક્ત રાખવા માટે કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફે પીપીઈ કીટ પહેરવી પડે છે જે ગરમ વાતાવરણમાં અસુવિધાજનક છે.

  • ગોત્રી હોસ્પિટલના ગાયનેક વિભાગે કોવિડ કાળમાં કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સારવાર અને સલામત પ્રસૂતિની સામાન્ય પરિવારોની મહા મૂંઝવણ ટાળી
  • ગોત્રી હોસ્પિટલમાં કોવિડ મુક્ત સામાન્ય સગર્ભા મહિલાઓની પૂર્વ પ્રસુતિ સારવાર અને પ્રસૂતિ ની સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ છે

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૧ મે:
Corona patient maternity: કોવિડ પોઝિટિવ સગર્ભા ની પ્રસૂતિ કે સીઝર કરતી વખતે પોતાની અને દર્દીની પરસ્પર સલામતી માટે ડોકટરે પીપીઈ કીટની ઉપર ડોકટર ગાઉન,હાથ મોજાની ઉપર બીજા હાથ મોજા પહેરવાની તકેદારી લેવી પડે છે.

ગોત્રી હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે અન્યત્ર કોવિડ પોઝિટિવ સગર્ભાનું (Corona patient maternity) સીઝર કરવાનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે અમે કુદરતી પ્રસૂતિ કરાવવા બનતો પ્રયત્ન કરીએ છે અને અનિવાર્ય હોય ત્યારે જ સીઝરનો આશ્રય લઈએ છે.અમારા કોવિડ પોઝિટિવ પ્રસૂતિ માટેના લેબર રૂમમાં માતા અને ગર્ભસ્થ બાળકના મોનીટરીંગ માટેના તમામ ઉપકરણો રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કોવિડ પોઝિટિવ હોય એવી ત્રણ જેટલી સગર્ભા મહિલાઓની ટ્વીન પ્રેગ્નન્સીમાં પણ પ્રસૂતિ કરાવી છે.

Corona patient maternity

ગોત્રી હોસ્પિટલમાં કોવિડ મુક્ત સામાન્ય સગર્ભા મહિલાઓની પૂર્વ પ્રસુતિ સારવાર અને પ્રસૂતિ ની સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ છે

  • માર્ચ ૨૦૨૦ થી તા.૧૧ મે ૨૦૨૧ સુધીમાં સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં ૧૬૦૩ જેટલી સુવાવડ કરાવવામાં આવી

જી.એમ.ઈ.આર.એસ.,ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ પોઝિટિવ સગર્ભા બહેનો (Corona patient maternity) માટે જુદા વોર્ડમાં વિશેષ સુવિધા ચાલુ કરવામાં આવી છે.
જો કે અહીં કોવિડ મુક્ત સામાન્ય સગર્ભા મહિલાઓ માટે સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં પૂર્વ પ્રસૂતિ તપાસ,જરૂરી સારવાર અને સુવાવડની સગવડો પહેલાંની જેમ જ ચાલુ છે એટલે અહી હાલમાં કોરોના ચાલતો હોવાથી બિન કોવિડ સગર્ભાઓ માટે સુવિધા નથી એવી ગેર સમજ બિન જરૂરી છે.

Whatsapp Join Banner Guj

કોરોના કાળ એટલે કે માર્ચ ૨૦૨૦ થી મે ૨૦૨૧(૧૧ મી મે) સુધીમાં અહીંના કાયમી સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં કુલ ૧૬૦૩ પ્રસૂતીઓ કરાવવામાં આવી છે એવી જાણકારી આપતાં આ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૭૨૮૪ સગર્ભા બહેનોએ અમારા વિભાગમાં પૂર્વ પ્રસૂતિ તપાસ,કોઈ ગર્ભાવસ્થા કે સ્ત્રી સહજ શારીરિક તકલીફો હોય તો તેની સારવાર,રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો છે અને આ સમય દરમિયાન ૧૬૦૩ જેટલી સુવાવડો કરાવવામાં આવી છે જે પૈકી ૧૦૧૪ સામાન્ય કુદરતી અને ૫૮૯ સિઝેરિયન શસ્ત્રક્રિયા આધારિત છે.

ગોત્રી હોસ્પિટલના ગાયનેક વિભાગે કોવિડ કાળમાં કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સારવાર અને સલામત પ્રસૂતિની સામાન્ય પરિવારોની મહા મૂંઝવણ ટાળી

  • માર્ચ ૨૦૨૦ થી તા. ૧૧ મે ૨૦૨૧ સુધીમાં ૭૧ સલામત પ્રસુતીઓ સહિત કુલ ૨૧૪ કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સારવાર કરવામાં આવી
  • ગોત્રી હોસ્પિટલમાં કોવિડ મુક્ત સગર્ભાઓ અને કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સારવાર અને પ્રસુતિની એકદમ અલાયદી આશીર્વાદ રૂપ વ્યવસ્થાઓ

કોવિડથી તબીબી સારવારના પરિમાણો બદલાઈ ગયાં છે. પહેલાં સરકારી દવાખાનાના સ્ત્રીરોગ વિભાગમાં સગર્ભાઓનું નિદાન, નોંધણી, પ્રસૂતિ પૂર્વની જરૂરી સારવાર અને સુવાવડ, બધું એક જ વોર્ડમાં શક્ય હતું. કોવિડના રોગચાળા પછી કોવિડ પોઝિટિવ સગર્ભા અને તેનાથી મુક્ત બિન કોવિડ સગર્ભા, એમ બે શ્રેણીમાં સારવાર અને પ્રસૂતિની સાવ જુદી જુદી વ્યવસ્થાઓ અનિવાર્ય બની ગઈ છે.

Corona patient maternity

તેમાં પણ કોવિડની શરૂઆતમાં તો,આ ચેપથી પ્રસરતો રોગ હોવાથી જેમને કોવિડનો ચેપ લાગ્યો હોય એવી સગર્ભા મહિલાઓની સારવાર અને પ્રસૂતિ ક્યાં કરાવવી એ સમસ્યા આર્થિક સદ્ધર પરિવારોને પણ મૂંઝવતી.કોઈ દવાખાનું આવી મહિલાઓને દાખલ કરવા રાજી ન હતું અને તેમની પાસે એના માટે જરૂરી જુદી વ્યવસ્થાઓ પણ ન હતી. ત્યારે સામાન્ય આર્થિક સ્થિતિના પરિવારોની હાલત રીતસરની કફોડી બનતી. કોવિડની પ્રથમ લહેરમાં તો એક પણ અદ્યતન ખાનગી હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ સગર્ભાની સારવાર કે પ્રસૂતિની સુવિધા ઉપલબ્ધ જ ન હતી.હાલના બીજા વેવમાં એકાદ બે ખાનગી દવાખાનાઓએ શરૂઆત કરી છે.પણ સંપૂર્ણ વિનામૂલ્યે સુવિધાતો ગોત્રી અને સયાજી જેવા સરકારી દવાખાનાઓમાં જ છે.

જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી હોસ્પિટલે કોવિડનો ચેપ ધરાવતી સગર્ભાઓની પ્રસૂતિ પહેલાં જરૂરી સારવાર અને સલામત પ્રસૂતિ માટે સાવ અલાયદો વોર્ડ અને શસ્ત્રક્રિયા ખંડ, અને તે પણ માતા અને ગર્ભસ્થ શિશુના તમામ પ્રકારના મોનીટરીંગ માટે જરૂરી સાધન સુવિધાઓથી સજ્જની વ્યવસ્થા કરી સામાન્ય પરિવારોને ખૂબ મોટી મૂંઝવણમાં થી ઉગારી લીધાં હતાં. તેની સાથે બિન કોવિડ એટલે કે સામાન્ય સગર્ભાઓની પ્રસૂતિ પૂર્વે જરૂરી હોય તેવી સારવાર અને પ્રસૂતિનો વોર્ડ તો ચાલુ જ હતો.

આમ, કોવિડને લીધે ગાયનેક વિભાગ ને બે મોરચે લડવાનો પડકાર સર્જાયો જે આ સરકારી આરોગ્ય કેન્દ્રે સફળતાપૂર્વક ઝીલી લીધો અને આજે પણ આ દવાખાનામાં, કોવિડ પોઝિટિવ અને કોવિડ મુક્ત,નોર્મલ સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ ની અલગ અલગ અને સલામત સુવિધા ઉપલબ્ધ છે. માર્ચ ૨૦૨૦ માં કોવિડની શરૂઆત થઈ અને અમે અગમચેતીના પગલાં રૂપે કોવિડ પોઝિટિવ સગર્ભાઓ માટે સાવ જુદો વોર્ડ અને શસ્ત્રક્રિયાની સુવિધા શરૂ કરી એવી જાણકારી આપતાં ગાયનેક વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે આ લડાઇ ગમે તેટલી લાંબી ચાલે અમે તેના માટે તૈયાર છીએ.

આ પણ વાંચો…Dhanvantari Kovid Hospital: ૨૫ દિવસના ટૂંકા ગાળામાં ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા દર્દીઓએ સારવાર મેળવી :૮૦૦ થી વધુ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત થયા

અલાયદી વ્યવસ્થાના અમારા વિચારને ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ, હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી, નોડલ અધિકારી આ સહુનું અનુમોદન અને પીઠબળ મળ્યું.મને આનંદ છે કે અમારી આ સુવિધા ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારોને એક મોટી મૂંઝવણમાંથી મુક્ત કરનારી બની રહી છે. માર્ચ ૨૦૨૦ થી મે ૨૦૨૧(૧૧ મી મે સુધી) દરમિયાન અમારી આ વિશેષ સુવિધા ખાતે કુલ ૭૧ સગર્ભાની અમે સલામત પ્રસૂતિ કરાવી શક્યા એનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે માર્ચથી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન આ સુવિધા હેઠળ કુલ ૧૨૬ કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ની જરૂરી સારવાર કરવામાં આવી અને તે પૈકી ૮ સામાન્ય અને ૩૩ સિઝેરિયન મળી ૪૧ પ્રસૂતિ કરાવવામાં આવી.

ADVT Dental Titanium

તે જ રીતે જાન્યુઆરીથી મે ૨૦૨૧(૧૧ મી મે સુધી) દરમિયાન ૧૩ સામાન્ય અને ૧૭ સિઝેરિયન મળીને કુલ ૩૦ કોવિડ પોઝિટિવ પ્રસૂતિ કરાવી અને કુલ ૮૮ આ પ્રકારની સગર્ભાઓને સારવાર આપી.આમ,લગભગ ૧૩ મહિના ના આ સમયગાળામાં આ વિશેષ વિભાગમાં કુલ ૭૧ કોવિડ + સગર્ભાઓની સુવાવડ કરાવવાની સાથે આવી કુલ ૨૧૪ મહિલાઓ ને જરૂરી સારવારની સેવાઓ આપી છે. અહીં નોંધવું ઘટે કે સગર્ભા બહેનો સુવાવડને વાર હોય તેવા સમયે પોઝિટિવ થાય,સામાન્ય લક્ષણો હોય તો પણ તકેદારીના ભાગ રૂપે તેમને આ વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવે છે.અને પ્રસવકાળ હોય તો સલામત પ્રસૂતિ કરાવવામાં આવે છે.

તાજેતરમાં જ અહીં કોવિડ ચેપગ્રસ્ત એક મહિલાની સેફ ડિલિવરી કરાવી ત્યારે દંપતીને પારાવાર આનંદ થયો કારણ કે પ્રસૂતિ નજીક હતી ત્યારે જ આ મહિલા કોવિડ પોઝિટિવ આવી,અને જ્યાં એની નોંધણી થઈ હતી એ દવાખાનાએ જરૂરી સુવિધાના અભાવે એ મહિલાને દાખલ કરવાની ના પાડી. તેમણે અન્ય એક દવાખાનાની ભલામણ કરી અને વાજબી ચાર્જ લેશે એવું આશ્વાસન આપ્યું. એ દવાખાના એ તો દાખલ થતાં સમયે જ રૂ.૧.૫૦ લાખ જમા કરાવવાની માંગ કરી અને સિઝેરિયન સહિત કુલ રૂ.૩ લાખ જેટલા ખર્ચની તૈયારી રાખવા જણાવ્યું આ પરિવારને પરવડે તેમ ન હતું.

આ પણ વાંચો…Gayatri Shakti Peeth: ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’ કાર્યક્રમનો પ્રારંભ

આ મૂંઝાયેલા પરિવારને એક તબીબ મિત્રે ગોત્રી હોસ્પિટલના આ વિશેષ વિભાગમાં દાખલ થવાની સલાહ આપી.આ વિભાગે મહિલાને દાખલ કરીને સીઝેરિયનને બદલે નોર્મલ પ્રસૂતિ કરાવી અને સલામત બાળ જન્મ કરાવ્યો.આ બધું સંપૂર્ણ વિનામૂલ્યે થયું.ગદગદ થયેલા આ પરિવારે ખૂબ દિલથી અહીંના તબીબોનો અને સરકારી દવાખાનાની આ બહુમૂલ્ય સેવાઓનો દિલથી આભાર માન્યો. આ વિશેષ વિભાગની સાથે જ અહી કોવિડ મુક્ત સગર્ભાઓ માટે સારવાર અને પ્રસૂતિની જુદી સુવિધા રાબેતા મુજબ ચાલુ છે. એ વાત ની પણ નોંધ લેવી ઘટે કે ગાયનેક નિવાસી તબીબો કોવિડ અને નોન કોવિડ ગાયનેક વિભાગો ઉપરાંત સામાન્ય કોવિડ વિભાગોમાં વારાફરતી તબીબી સેવાઓ આપે છે.તેમના અને નર્સિંગ તેમજ સહાયક તમામ પ્રકારના સ્ટાફ ની નિષ્ઠા અને સમર્પણનું આ વ્યવસ્થાની સફળતા માં ઘણું મોટું યોગદાન છે.Gayatri Shakti Peeth: ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’ કાર્યક્રમનો પ્રારંભ

ડો. આશિષે જણાવ્યું કે લોકો એવું ના સમજે કે ગોત્રી હોસ્પિટલમાં માત્ર કોવિડનો ચેપ ધરાવતી સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ થાય છે.બિન કોવિડ સગર્ભાઓ માટે જુદી સુવિધા ઉપલબ્ધ છે અને લોકો તેનો લાભ લે.