vaccine edited

બનાસકાંઠા (Banaskantha) જિલ્લા માં કોરોના રસીકરણના ત્રીજા તબક્કા માટે આરોગ્ય તંત્ર સજ્જઃ ૬૦ વર્ષથી વધુ વયનાં લોકોને રસી અપાશે

banaskanth, vaccine

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૮ ફેબ્રુઆરી:
સમગ્ર દેશ અને રાજ્યની સાથો સાથ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ તા. ૧ લી માર્ચ-૨૦૨૧ થી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ ૬૦ વર્ષથી વધુ વયનાં તેમજ ૪૫ થી ૪૯ વર્ષ સુધીના બિમારીવાળા લોકોને રસી આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં આશરે બે લાખ થી વધુ લોકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે.

Whatsapp Join Banner Eng

બનાસકાંઠા (Banaskantha) જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગેની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એસ.એન.દેવએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણને નાથવા સર્વેલન્સની કામગીરી ઝડપી કરાશે, બિમારીનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરનાર ૪૫ થી ૪૯ વર્ષના લોકોને રસી આપવામાં આવશે. શહેરી ભાગોમાં ખાસ સ્ક્રિનિંગ અને રસીકરણ ઝડપી કરવા સૂચના અપાઇ છે.

રસીકરણ માટે સરકારી દવાખાના ખાનગી હોસ્પિટલો જેવા સ્થળો પર જઈને અથવા કોવિડ-૧૯ પોર્ટલ આરોગ્ય સેતુ એપ મારફતે ઓનલાઇન નોંધણી કરી શકાશે. આવતીકાલથી બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) તમામ તાલુકામાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં ૧૫ સરકારી હોસ્પિટલો અને ૧૦ ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. તબક્કાવાર તમામ સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે અને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો…વડોદરા જિલ્લામાં આવતીકાલ સોમવાર થી ત્રીજા તબક્કાનું રસીકરણ (Third round vaccine) શરૂ થશે