વડોદરા જિલ્લામાં આવતીકાલ સોમવાર થી ત્રીજા તબક્કાનું રસીકરણ (Third round vaccine) શરૂ થશે

third round vaccine

Third round vaccine: ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને રસી આપવા સરકારી અને ખાનગી દવાખાનાઓની યાદી જિલ્લા આરોગ્ય તંત્રે જાહેર કરી

વડોદરા, ૨૮ ફેબ્રુઆરી: ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રથમ તબક્કાના હેલ્થ વર્કર અને બીજા તબક્કાના ફ્રન્ટ લાઈન વર્કરનું કોવિડ-૧૯ રસીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ૮૫% રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા જિલ્લામાં ૧૦૭૮૩ હેલ્થકેર વર્કર અને ૧૨૭૯૪ ફ્રન્ટ લાઈન વર્કરને રસીકરણનો લાભ મળ્યો હતો. કુલ ૨૩,૫૭૭ લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

કોવિડ-૧૯ રસીકરણના ત્રીજા તબક્કાની (Third round vaccine) શરૂઆત જિલ્લામાં આવતીકાલ સોમવાર તા. ૧ માર્ચ ૨૦૨૧ થી કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તેમજ ૪૦ થી ૬૦ વર્ષના ગંભીર રોગ ધરાવતા લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રીજા તબક્કાના રસીકરણ (Third round vaccine) અંતર્ગત વડોદરા જિલ્લાની તમામ સરકારી (પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રો) ખાતે નિશુલ્ક વેક્સીન આપવામાં આવશે.

રસીકરણ માટે ઓનલાઇન CoWIN ૨.૦ તેમજ આરોગ્ય સેતુ એપ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રસીકરણ સ્થળ પર તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમજ જિલ્લાની પાંચ ખાનગી હોસ્પિલમાં સરકારની યોજનાઓ અંતર્ગત રૂ.૨૫૦/- માં વેક્સીન આપવામાં આવશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને રસીને પાત્ર વય જૂથના લોકોને તેની નોંધ લઈ સત્વરે રસી મૂકાવી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…પરેશ ધાનાણીનો (Paresh dhanani) અનોખો વિરોધ: સાઇકલ ઉપર ખાતરની થેલી-ગેસનો બાટલો લઇને મતદાન કરવા પહોચ્યા