Vaccine

Free covid vaccine: વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓના ૪૯ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે કોવિડ રસી મૂકાવી શકાશે

free covid vaccine

વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓના ૪૯ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે (Free covid vaccine) અને પાંચ ખાનગી દવાખાનાઓમાં કિંમત ચૂકવીને સોમવારથી કોવિડ રસી મૂકાવી શકાશે

વડોદરા, ૨૮ ફેબ્રુઆરી: દેશમાં દુનિયાના સૌથી મોટા ત્રીજા તબક્કાના રસીકરણ (free covid vaccine) અભિયાનનો પ્રારંભ ૧ લી માર્ચથી થવા થઈ જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૪૯ પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્ર પરથી નાગરિકો નિ:શુલ્ક કોરોના પ્રતિરોધી રસીનો (Free covid vaccine) ડોઝ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત વડોદરા જિલ્લાની પાંચ ખાનગી હોસ્પિટલમાંથી પણ લોકો નજીવા દરે કોરોના રસીનો ડોઝ મૂકાવી શકશે.

Whatsapp Join Banner Guj

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકો સરળતાથી કોરોના પ્રતિરોધી રસી (Free covid vaccine) મૂકાવી શકે તે માટે તમામ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. જે નાગરિકો રસી મૂકાવે ઈચ્છે છે તેઓ Co-WIN 2.0 અથવા ઓરોગ્ય સેતુ એપ્લિકેશનના માધ્યમથી પણ આગોતરી નોંધણી કરાવી શકશે.

ત્રીજા તબક્કાના રસીકરણ માટે વડોદરા (ગ્રામ્ય)માં ૧૦, ડભોઈમાં ૭, શિનોર ૪ ડેસર અને વાઘોડીયામાં ૫ તેમજ કરજણ, પાદરા, સાવલી તાલુકામાં ૬-૬ વેક્સીનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

ઉપરાંત વડોદરા ગ્રામની પાંચ ખાનગી હોસ્પિટલમાં રસી મૂકાવી શકાશે. જેમાં ક્રોસરોડ, પારૂલ સેવાશ્રમ, ધીરજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ અને કૈલાશ કેન્સર હોસ્પિટલ એન્ડ રિચર્સ સેન્ટર સમાવેશ થાય છે. રસી મૂકાવતી વખતે ઓળખપત્ર સાથે રાખવુ અનિવાર્ય છે.

આ પણ વાંચો…

ફોર વ્હીલર્સ માલિકો હાઇવે પર જાય કે ન જાય ફાસ્ટેગ (Fastag) નહીં હોય તો દંડને પાત્ર બનશે

ગુજરાત વિધાનસભા વિપક્ષનેતાશ્રી પરેશભાઇ ધાનાણી એ (Paresh Dhanani) અમરેલી મતદાન કર્યુ.