Animal helpline 1962

Animal helpline: વડોદરા જિલ્લાની GVK- EMRI ની કરૂણા એમ્બ્યુલન્સ (1962) એનિમલ હેલ્પલાઇન ગાય માટે બની દેવદૂત

Animal helpline: પશુ ચિકિત્સકોએ સતત બે કલાક સુધી ગાયના શિંગડાનું ઓપરેશન કરી ગાયને નવજીવન આપ્યું

  • જીવદયાને વરેલી રાજ્ય સરકારનો ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાર્થક થઈ રહ્યો છે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૮ જૂન:
Animal helpline: વડોદરા શહેરમાં ફરતી GVK EMRI દ્વારા કાર્યરત કરૂણા એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ એ રવિવારે પશુ ડોક્ટરોની ટીમ દ્વારા દેવદૂત બની એક ગાયની સ્થળ પર જ સર્જરી કરી મૃત્યુના મુખમાંથી છીનવી લઈ તેનો જીવ બચાવ્યો હતો. રવિવારે ચાર વાગ્યાની આસપાસ વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી એક જીવદયા પ્રેમીનો ૧૯૬૨ કરૂણા અભિયાન સેવાને ફોન આવ્યો કે એક ગાય ખૂબ જ પીડાઈ રહી છે અને તરત જ ૧૯૬૨ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગાયની સારવારમાં લાગી ગઈ હતી, પરંતુ ત્યાં જઈને જોતા ખબર પડી કે આ ગાય છેલ્લા કેટલાક દિવસોથી તેના માથાના શીંગડાને લીધે ખૂબ જ દર્દથી પીડાતી હતી.

સ્થળ પર પહોંચેલી ટીમના ડો.અનસૂલ અગ્રવાલે જણાવ્યું કે આ ગાયની સર્જરી તાત્કાલિક કરવામાં આવશે તો જ તેનો જીવ બચી શકે તેમ છે. જેથીબબીજી એનિમલ એમ્બ્યુલન્સના (Animal helpline) ડો. કુંજ પટેલ પાયલોટ-ગૌતમભાઈ,અજીતભાઈ અન્ય ડો.સંદીપભાઈને ઘટના સ્થળે બોલાવી કરૂણા એમ્બ્યુલન્સની બંને ટીમ ભેગા મળીને ગાયના શીંગડાનું બે કલાક સુધી ઓપરેશન કરીને તેની પીડા દૂર કરી મોતના મુખમાંથી ગાય ને બચાવી અબોલ પશુંની જીવન રક્ષાનું સરાહનીય કાર્ય કરી ગાયને નવું જીવન આપ્યું હતું.

આ પણ વાંચો…Biology student: ટેકનિકલ શિક્ષણના પ્રવેશના નિયમોમાં ફેરફાર, બાયોલોજીનો સ્ટુડન્ટ પણ બની શકશે એન્જિનિયર- વાંચો સંપૂર્ણ માહિતી

આ ઘટના દર્શાવે છે કે જીવદયાને વરેલી રાજ્ય સરકારનો, ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાર્થક થઈ રહ્યો છે. રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે. – ઇ.એમ.આર. આઇ.ના સહયોગથી ૧૦૮ જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે.એક મોબાઈલ એનિમલ (Animal helpline) ડિસ્પેન્સરી સાથે ૧૦ ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પત્રક પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે.

પશુપાલકો તાકીદના, કટોકટીના સંજોગોમાં ૧૯૬૨ (Animal helpline) પર કોલ કરી તેમના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે. વડોદરા જિલ્લામાં આ સેવાનો પ્રારંભ ગત વર્ષે થયો હતો. વડોદરા જિલ્લામાં કુલ ૧૭ ફરતા પશુ દવાખાનાઓની સેવાઓ ૧૭૦ ગામોને મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત ૩૯,૭૮૪ પશુઓની નિશુલ્ક સારવાર કરવા સાથે કટોકટીમાં ૨૮૧૮ પશુઓની જીવનરક્ષા કરવામાં આવી છે. જેમ જેમ જે તે વિસ્તાર ના પશુ પાલકો અને લોકોમાં ફરતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધતી જાય છે તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે આ સેવાનો સંપર્ક કરી રહ્યાં છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી.આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવાર સેવાઓ આપે છે. માનવ ની સાથે પશુ આરોગ્યની જાળવણી કરવાની રાજ્ય સરકાર ની પ્રતિબધ્ધતાનો આ ફરતા પશુ દવાખાના પુરાવો આપે છે.