tree plant 3

Navrang Nature Club: જામનગરમાં ખેડૂત અને પર્યાવરણ પ્રેમીઓને નિઃશુલ્ક રોપા વિતરણ કરાયું.

Navrang Nature Club: જામનગર માં નવરંગ નેચર ક્લબ દ્વારા ફ્રૂટ અને ફૂલ ના નિશુલ્ક રોપા વિતરણ અને ખેડૂતહાટ નું આયોજન કરવાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા હતા અને પોતાની ખેત ઉત્પાદન ની ચીજવસ્તુઓ રાહત ભાવે ગ્રાહક સાથે સીધો સંપર્ક કરી વેંચાણ કરવામાં આવ્યું હતું

અહેવાલ: જગત રાવલ

જામનગર, ૨૮ જૂન: Navrang Nature Club: જામનગર માં છેલ્લા 4 વર્ષ થી દર મહિના ના ચોથા રવિવારે ડીસીસી હાઈસ્કૂલ ના પટાંગણ માં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા નિશૂલક અને રાહતભાવે રોપા વિતરણ અને ખેડૂત હાટ નું આયોજન કરવાં આવે છે આ આયોજન માં 1000 જેટલા રોપા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 2000 જેટલા ફ્રૂટ અને ફૂલ ના રોપા નું રાહતભાવે વેંચાણ કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો…RBI (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ લીધો મોટો નિર્ણય, અનેક રાજકીય પક્ષોને આ નિર્ણયથી પડશે મોટો ફટકો- વાંચો શું છે મામલો?

અને ખેડૂતહાટ માં (Navrang Nature Club) જામનગર જિલ્લા ના ખેડૂતો દ્વારા અંહી ગ્રાહક નો સીધો સંપર્ક કરી પોતાની ખેત ઉત્પાદન ની ફ્રૂટ, અનાજ , કઠોળ દેશી ઘી ડેસી ઓસડિયા, એલોવેરા જેલ, ગ્રીન ટી અને વિવિધ શાકભાજી જેવી ખેત ઉત્પાદન નું રાહતભાવે વેંચાણ કરે છે ઉપરાંત અંહી વચેટિયા ઑ ના હોવાથી ખેડૂતો ને ઉત્પાદન નું પૂરું વળતળ મળે છે તેવું નવરંગ નેચર ક્લબના વી.ડી.બાલા એ જણાવ્યું હતું.

Navrang Nature Club: ધ્રોલ જિલ્લા ના ખેડૂત જિગણેશભાઈ પરમાર એ જણાવ્યુ હતું કે તે છેલ્લા 10 વર્ષ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે અને 5 વર્ષ થી નવરંગ નેચર ક્લબ સાથે જોડાયેલ છે નવરંગ નેચર ક્લબ જેવા પ્લેટફોર્મ ખેડૂતો ને મળવાથી ખેડૂતો તેની ખેત ઉત્પાદન પર ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી ખેત ઉત્પાદન પર પૂરું વળતળ મેળવી શકે છે

Whatsapp Join Banner Guj

ખેડૂતો દ્વારા અંહી અનાજ, કઠોળ, દેશી ગાય નું ઘી અને ઓર્ગેનિક શાકભાજી શુધ્ધ અને સાત્વિક અંહી રાહતભાવે વેચાણ કરવાં આવે છે ઉપરાંત અન્ય ખેડૂતો ને પણ આ પ્રકાર ના આયોજનો માં જોડાવા અપીલ કરી હતી.