CRIME BRANCH Vehicle chor

ટુ વ્હીલર ની ચોરી કરનાર એક ઈસમને પકડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કબજે કરી: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

CRIME BRANCH Vehicle chor
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર એક ઈસમને પકડી પાડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કિંમત રુપિયા ૧,૯૮,૦૦૦/- ની મત્તાનાં કબજે કરી કુલ- ૧૯ વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

 અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: અમદાવાદ શહેરમાં ટુ વ્હિલર વાહનચોરીના ગુનાઓના ભેદ વણઉકેલાયેલ હોય આવા પ્રકારના વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અમીત વિશ્ર્વકર્મા સાહેબ નાઓએ સુચના આપેલ હોય જે સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ.સુવેરા નાઓના સ્કોડના પો.સ.ઇ. શ્રી વાય.જી.ગુર્જર તથા સ્કોડના માણસો આવા ગુન્હાઓ શોધવા માટે પ્રયત્નશીલ હતા.

તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ સ્ટાફના હે.કો.ભરતભાઇ શીવરામભાઇ તથા હે.કો.કૌશીક ગોવિંદભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે દાણીલીમડા ચાર રસ્તા ખાતેથી એક આરોપી સમસાદઅલી @ સલમાન S/O યુનુસભાઇ જાહીરઅલી શાહી (ફકીર) ઉ.વ.૨૦ રહે.છીપા સોસાયટી યુનાઇટેડ બેકરીમાં દાણીલીમડા અમદાવાદ શહેર મુળગામ: ચૌગાઇ ધયાસારા
શ્રાવસ્તી ઉતરપ્રદેશ નાને એક કથ્થાઇ કલરનુ એકટીવા નંબર જીજે-૦૧-એન.ડબલ્યુ-૮૭૬૯ કિંમત
રુ.૩૦૦૦૦/- ની મત્તાનું સાથે પકડી પાડી તેને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીની વધુ પુછપરછ કરતાં આ મોટર સાયકલ ઉપરાંત તેણે બીજા પણ ટુ વ્હીલર વાહનોની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે મુજબ તેણે કુલ્લે ૧૯ જેટલી ચોરીઓને અંજામ આપેલ હોવાનુ જણાવેલ છે.જે નીચે મુજબ છે.

(૧) આજથી આશરે દસેક દીવસ પહેલા સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ જમાલપુર
હાજીબીબીના ટેકરા પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે બાબતે ગાયકવાડ હવેલી
પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૧૨૦૦૬૩૯/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૨) એક સફેદ કલરનુ સુઝુકી એકસેસ નંબર જીજે ૦૧ એસડી ૬૪૦૬ એક મહીના પહેલા નરોડા
સ્મશાન ચાર રસ્તા પાસે શૌચાલય પાસેથી ચોરી કરેલ છે.જે બાબતે નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૫૨૦૨૩૭/૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૩) એક કાળા કલરની લાલ અને સીલ્વર કલરના પટ્ટાવાળી હોન્ડા સીબી સાઇન મોટર સાયકલ નંબર જીજે ૦૧ યુવી ૨૬૩૦ આજથી આશરે એકાદ વર્ષ પહેલા મેઘાણીનગર રત્નસાગર ચાર રસ્તા પાસે એક પાનના ગલ્લાની સામેથી ચોરી કરેલ છે.જે બાબતે મેઘાણીનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦૦/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો શોધાયેલ છે.

(૪) એક કાળા કલરની લાલ અને સીલ્વર કલરના પટ્ટાવાળી હીરો ડીલક્ષ મોટર સાયકલ નંબર જીજે ૦૧ પીએમ ૯૫૦૨ મેં સવાએક વર્ષ પહેલા એલીસબ્રીજ મહાલક્ષ્મી મંદિર પાસે ખુલ્લા પાર્કીંગમાંથી ચોરી કરેલ છે. જે બાબતે રીવરફ્રન્ટ (ઈસ્ટ) પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૫) એક સફેદ કલરનુ સુઝુકી એકસેસ નંબર જીજે ૦૧ પીઆર ૫૦૬૯ આજથી આશરે દોઢેક વર્ષ
પહેલા લકકડીયા પુલની બાજુમાં આવેલ બેંકની સામેથી ચોરી કરેલ છે. જે બાબતે ગાયકવાડ હવેલી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૨/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૬) એક બ્લ્યુ કલરની સીલ્વર કલરના પટ્ટાવાળી બજાજ ડીસ્ક્વર મોટર સાયકલ નંબર જીજે ૨૭ એજે ૬૯૦૬ ની આજથી આશરે પોણા બે વર્ષ પહેલા ઘોડાસર ગાર્ડન/તળાવના ગેટ પાસેથી ચોરી કરે છે.જે બાબતે ઈસનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૦/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૭) એક કાળા કલરની એકટીવા નંબર જીજે ૦૧ એસ એફ ૪૩૪૮ શાહપુર ખાનપુર કલ્યાણીવાડ ફલેટ આગળથી ચોરી કરેલ છે.જે બાબતે શાહપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૭/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૮) એક કાળા કલરની એકટીવા નંબર જીજે ૧ એલજી ૭૫૩૧ ની આજથી દસેક દીવસ પહેલા
નવરંગપુરા દર્પણ છ રસ્તા અંબાલાલ ચેમ્બર્સ સામે પાર્કીંગમાંથી ચોરી કરેલ છે.

(૯) એક બ્લેક કલરનુ લાલ અને વાદળી કલરના પટ્ટાવાળુ હીરો સ્પેલન્ડર પ્લસ મો.સા નંબર જીજે ૧ એલ આર ૦૭૭૦ આજથી નવેક મહીના પહેલા બાપુનગર ભીડભંજન પાસે એક કપડાની દુકાનની બહારથી ચોરી કરેલ છે.

(૧૦) એક વાદળી કલરની એકટીવા નંબર જીજે ૦૧ એલ ડબલ્યુ ૭૪૬૨ ની આજથી આશરે પચ્ચીસેક દીવસ પહેલા જુહાપુરા મોતી બેકરીની બાજુમાં ગલીમાંથી ચોરી કરેલ છે.

(૧૧) આજથી આશરે સાડા ત્રણ મહીના પહેલા મેં મણીનગર સિદ્ધિ વિનાયક હોસ્પીટલના પાર્કીંગમાંથી હોન્ડા ડ્રીમ યુગા મોટર સાયકલ નંબર જીજે-૨૭-આર-૨૪૬૧ નુ ચોરી કરેલ હતુ અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ તેની આગળ જીરાફ સર્કલ પાસે એક ફલેટના પાર્કીંગમાં મુકી દીધેલ હતુ.જે બાબતે મણિનગર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૨૨૦૦૪૫૯/૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૧૨) આજથી આશરે સાડા છ મહીના પહેલા મેં નરોડા હરીદર્શન ચાર રસ્તા ચા ની કીટલી પાસેથી એક કાળા ગ્રે કલરની હીરો હોન્ડા મોટર સાયકલ નંબર જીજે-૨૭-બીએ-૬૯૬૯ નુ ચોરી કરેલ હતુ જે ચોરી કરીને ફેરવ્યા બાદ ચોરી કરેલ જગ્યાની નજીક સ્વામીનારાયણ ફલેટની આસપાસ મુકી દીધેલ હતુ.જે બાબતે નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૫૨૦૦૩૨૧/૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૧૩) આજથી આશરે નવેક મહીના પહેલા મેં મણીનગર ચાર રસ્તા પાસે આવેલ બેંક ઓફ બરોડા
પાસેથી એકટીવા નંબર જીજે-૦૧-જેએફ-૯૭૭૯ નુ ચોરી કરેલ હતુ અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ
ઇન્દીરાબ્રીજ મધર ડેરી સામે પાર્કીંગમા મુકી દીધેલ હતુ. જે બાબતે મણિનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૨૨૦૦૦૨૩/૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૧૪) આજથી આશરે સાડા નવેક મહીના પહેલા મેં મણીનગર દિલ્હી પબ્લીક સ્કુલ ના ઝાંપા આગળથી ગ્રે એકટીવા નંબર જીજે-૦૧-જેએસ-૫૧૨૪ નુ ચોરી કરેલ હતુ અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ સાબરમતી રીવર ફ્રન્ટમા કોઇ જગ્યાએ મુકી દીધેલ હતુ. જે બાબતે મણિનગર પો.સ્ટે.
ફ.ગુ.ર.નં.૧૧૯/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૧૫) આજથી આશરે દોઢેક વર્ષ પહેલા મેં ખોખરા સેવન ડે સ્કુલ ની સામે એક ફલેટના પાર્કીંગમાંથી ગ્રે એકટીવા નંબર જીજે-૨૭-બીકયુ-૩૭૬૨ નુ ચોરી કરેલ હતુ અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ શહેરકોટડા વોરાના રોઝા સીટી ગોલ્ડ સીનેમા પાસે મુકી દીધેલ હતુ. જે બાબતે ખોખરા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૭/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધાયેલ છે.

(૧૬) આજથી આશરે પચ્ચીસેક દીવસ પહેલા કાલુપુર ચોખાબજાર પાસેથી એક મોટર સાયકલ ચોરી કરેલ અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ દરીયાપુર ટાવર પાસે મુકી દીધેલ હતી.તે મોટર સાયકલનો નંબર મને યાદ નથી.

(૧૭) ઉપરોકત મોટર સાયકલ દરીયાપુર ટાવર મુકી ત્યાંથી લાલ કલરની એક્ટીવાની ચોરી કરેલ
અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ સારંગપુર બ્રીજ પાસે મુકી દીધેલ હતી.તે એકટીવાનો નંબર મને યાદ નથી.

(૧૮) આજથી આશરે એકાદ મહીના પહેલા અંજલી બ્રીજ નીચેથી એક મોટર સાયકલ ચોરી કરેલ હતી અને તે ચોરી કરીને ફેરવ્યા બાદ વિરમગામ નર્મદા કેનાલ આસપાસ કાચા રોડ પર મુકી દીધેલ હતી. તે મોટર સાયકલનો નંબર મને યાદ નથી.

(૧૯) આજથી આશરે પંદરેક દીવસ પહેલા રાત્રીના દાણીલીમડા ખોડીયારનગર ગુલાબનગર પાસેથી એક જુની સાયકલ ચોરી કરેલ અને બીજા દીવસે બપોરના આ સાયકલ જયાંથી ચોરી કરેલ ત્યાં પાછી મુકી દીધેલ હતી.

આરોપીની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી
પકડાયેલ આરોપી ખાસ કોઈ કામધંધો કરતો ન હોય મોજશોખ કરવાના ઈરાદે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરતો રહેતો હતો.તે કોઈપણ જગ્યાએ પાર્ક કરેલ ટુ વ્હિલરને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી તેમજ કોઈ વાહનમાં ભુલથી ચાવી રહી ગયેલ હોય તે વાહનની ચોરી કરતો હતો.ચોરી કરેલ વાહન થોડોક સમય ફેરવી પેટ્રોલ ખલાસ થઈ જાય એટલે તે ગમે ત્યાં અવાવરુ જગ્યાએ મુકી દેતો હતો.આ આરોપીએ આ સિવાય બીજા પણ વાહનો ચોરી કરેલ છે કે કેમ તેમજ તેની સાથે આ ગુનાઓમાં અન્ય કોઈ ઈસમ સંડોવાયેલ છે કે કેમ તે બાબતે સદરી આરોપીની સઘન પુછપરછ તપાસ ચાલું હોય આવા બીજા પણ વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

Reporter Banner FINAL 1