Ghanshyam Patel dairy chairman

નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ( નર્મદા સુગર ) ની. ચૂંટણી નો ધમધમાટ શરુ

  • હાઈ કોર્ટ માં સબ જ્યુડીસ મેટર છતાં પણ.
  • નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ( નર્મદા સુગર ) ની. ચૂંટણી નો ધમધમાટ. શરુ-

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: ભરૂચ અને નર્મદા જિલ્લા ના 602 ગામ ના 24. હજાર થી વધુ ખેડૂત સભાસદો ધરાવતી નર્મદા સહકારી સુગર મિલ ની પંદર બેઠકો માટે ની ચૂંટણી જાહેર થતા ભરૂચ નર્મદા જિલ્લા ના સહકારી ક્ષેત્ર માં ગરમાવો આવી ગયો છે જોકે ગ્રામ્ય વિસ્તાર માં કોરોના નો કહેર હોવા છતાં અને વર્તમાન બોર્ડ ની મુદત બાદ પણ સત્તા પર હોવા છતાં ચૂંટણી ની શું ઉતાવળ હતી ? તેવી ચર્ચા સાથે 15 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાન માં છે

Ghanshyam Patel dairy chairman

જેમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ ની સહકાર પેનલ સામે તેમના હરીફ સુનિલ પટેલ ની ખેડૂત પ્રગતિ પેનલ સામસામે છે. જોકે નર્મદા સુગર એ. નિર્દિષ્ટ મંડળી હતી પરંતુ કાયદા ના જોરે તેમાં ફેરફાર કરી તેને પ્રાથમિક મંડળી માં ફેરવી નાખતા અને છેલ્લા પાંચ વર્ષ માં બે વર્ષ જે ખેડૂતે શેરડી પીલાણ માટે આપી હોય તેજ સભાસદ મતદાન કરી શકે તેવી. જોગવાઈ કરી હોવાથી ખેડૂતો માં આ મામલે નારાજગી હોવાનું ચર્ચાય છે તો બીજું બાજુ નર્મદા સુગર ના સંચાલકો માથે હાઇકોર્ટ ની લટકતી તલવાર વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આવનાર સમય માં શું સમીકરણો બદલાય છે તે જોવું રહ્યું. Aઆ બધી વાતો વચ્ચે એક બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે તે રાજ્ય ના સહકાર મંત્રી અને ભરૂચ ના એમ એલ એ પણ ઘનશ્યામ પટેલ ના પ્રચાર માં જોડાયા છે આ પહેલા ની ચૂંટણી માં આમ નથી થયું ત્યારે હાલ શું જરૂર પડી ?

પહેલા કરતા તો મતદારો પણ ઓછા છે તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે ત્યારે વરસો થી નર્મદા સુગર પર વર્ચસ્વ ધરાવનાર ઘનશ્યામ પટેલ પુનરાવર્તન કરેછે કે નવા સમીકરણ રચાય છે તે આવનાર સમય કહેશે

Advt Banner Header