પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ સાપ્તાહિક ટ્રેન

Train 1310 edited

 અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા આગામી ત્યોહારી સીઝન દરમિયાન યાત્રીઓ ની માંગ અને તેમની સુવિધા માટે પોરબંદર થી દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવા નો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ટ્રેન નું વિવરણ નીચે મુજબ છે.     

મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ ટ્રેન સંખ્યા 09263 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશિયલ 17 ઓક્ટોબર 2020 થી પ્રતિ મંગળવાર અને શનિવારે 16:30 વાગ્યે પોરબંદર થી ઉપડશે અને આગલા દિવસે 19:35 વાગ્યે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. વાપસીમાં ટ્રેન સંખ્યા 09264 દિલ્લી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ સ્પેશિયલ 19 ઓકટોબર 2020 થી પ્રતિ સોમવાર અને ગુરુવારે 08:20 વાગ્યે દિલ્લી સરાય રોહિલ્લા થી ઉપડશે અને આગલા દિવસે 10:35 વાગ્યે પોરબંદર પહોંચશે.     

યાત્રા દરમિયાન બંને દિશાઓ માં આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડીયા, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના,મારવાડ જં, બ્યાવર, અજમેર, કિશનગઢ, ફૂલેરા, જયપુર,બાંદીકુઈ, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેંટ સ્ટેશનો પર રોકાશે. વાપસી માં ટ્રેન સંખ્યા 09264 પાલમ, ગઢીહરસારુ જં, પટોડી રોડ અને સેન્દ્રા સ્ટેશનો પર પણ રોકાશે.     

આ સ્પેશિયલ ટ્રેન માં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સેકન્ડ કલાસ સીટીંગ ના કોચ રહેશે.જે પૂર્ણ રીતે આરક્ષિત રહશે.   

ટ્રેન સંખ્યા 09263 નું રિઝર્વેશન નોમિનેટેડ પીઆરએસ કાઉંટર્સ તથા IRCTC વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબર 2020 થઈ પ્રારંભ થશે.