RC Faldu Rashacard 3

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

  • ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
  • કેબિનેટમંત્રીના આર.સી ફરદુ હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા
  • રાજ્યના ૧૦ લાખ નવા રેશનકાર્ડધારકો એન.એફ.એસ.એ. અંતર્ગત ઉમેરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૧ જાન્યુઆરી
: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના ૧૦૧ તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્ચું હતુ કે, આજનો કાર્યક્રમ જામનગર જિલ્લા માટે આશિર્વાદ રૂપ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રીય અન્ન કાયદાને લાગુ કરી દેશનો કોઈ પણ નાગરિક ભૂખો ન સુવે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૦ લાખ પરિવારના ૫૦ લાખ લાભાર્થીઓને સીધો લાભ આપવા તથા તમામને કાયદા હેઠળ સમાવી લેવા માટે સઘન આયોજન કર્યુ છે. હવે લોકોને કામના સ્થળે તથા શહેરની બહાર કે બીજા રાજ્યમાં હોય તો પણ તેને આ લાભ મળશે. તેમણે કહ્યું કે, માનવીના પેટની નાગા ઠારવીએ માનવ કલ્યાણનું ઉચ્ચતમ કાર્ય છે, આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પગલું લઇ સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

RC Faldu Rashacard 2

કોરોના સંદર્ભે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાના કપરા સમયગાળા દરમિયાન જે રીતે તબક્કાવાર આયોજન કરવામાં આવ્યુ અને યોગ્ય નિર્ણયો લેવાયા તેનાથી કોરોના કાબૂમાં આવ્યો છે. સરકારે જે નિર્ણયો લીધા તે પ્રજાના સુખાકારીને ધ્યાનમાં લઈને લીધા જેથી અન્ય દેશ અને રાજ્યની સરખામણીમાં આપણા દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ ઓછા જોવા મળ્યા છે. કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ તમામ કુટુંબોને આવરી લેતી આ યોજનાને લઈને ક્હ્યું કે, આ યોજનાનો લાભ લાખો લોકોને મળ્યો છે, લોકડાઉન દરમિયાન જામનગર જિલ્લામાં આ અભિયાન હાથ ધરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ યોજનાથી છેવાડા વિસ્તારોના નાગરિકોને પણ લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આઠ મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તેની ચિંતા રાખી હતી. કોરોનાના કપરા સમયમાં જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકો સુધી અન્ન પહોંચાડવાની કામગીરી કરી નાગરિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી.

GEL ADVT Banner

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના પ્રવચનનું ઓનલાઈન પ્રસારણ તથા કોવિડ-૧૯ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની ફિલ્મ તેમજ કિસાન સૂર્યોદય યોજનાના ફિલ્મનું નિદર્શન કરવા ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓના અભિવાદનની સાથે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જિલ્લા મહામંત્રી લખધીરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, પ્રાંત અધિકારીશ્રી ધ્રોલ હેતલ જોશી, અન્ય મહાનુભાવો- અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.