Yoga VDr 3

રાજ્ય યોગ બોર્ડ આ વર્ષે ૨૫ હજાર યોગ ટ્રેનર તૈયાર કરી એક લાખ યોગ વર્ગો શરૂ કરવા ધારે છે: યોગ સેવક શિશપાલજી

વડોદરા, ૧૦ જાન્યુઆરી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિશપાલજી એ વડોદરા તાલુકાના સોખડા ગામે ઈપકોવાલા નેચરોપથી સેન્ટર ખાતે મધ્ય ગુજરાતના વડોદરા સહિતના સાત જિલ્લાઓની યોગ કોચ તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં હાલમાં પાંચ હજાર યોગ વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે આ વર્ષે આવા તાલીમબદ્ધ યોગ કોચિસના માધ્યમથી રાજ્યમાં તાલુકા અને ગ્રામસ્તર સુધી એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરી ૨૫ હજાર યોગ વર્ગો ચાલુ કરવાનું યોગ બોર્ડનું આયોજન છે.

Whatsapp Join Banner Guj

તેમણે જણાવ્યું કે યોગ પ્રવૃત્તિને વિસ્તારવા બોર્ડ દ્વારા દરેક તાલુકામાં બે અને મેટ્રો શહેરોમાં વધુ સંખ્યામાં યોગ કોચીસ ની નિયુક્તિ કરવામાં આવે છે જેઓ યોગ ટ્રેનરોને તાલીમ આપે છે.
બેઠાડું જીવન અને કસરતોનો અભાવ એ શારીરિક અને માનસિક રોગો નું મૂળ છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે યોગ એ રોગોનું સમાધાન છે. આપણા ઋષિ મુનિઓએ યોગ,ધ્યાન અને આયુર્વેદ થી સ્વસ્થ જીવન નો માર્ગ બતાવ્યો છે.આ પૈકી યોગ ના માધ્યમ થી રાજ્યને યોગમય અને નિરોગી બનાવવાના ઉમદા આશય સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચના કરી છે.

Yoga VDr 3

પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નોથી ભારતીય યોગને વૈશ્વિક માન્યતા મળી છે અને દર વર્ષે વિશ્વ યોગ દિવસની વ્યાપક ઉજવણી થાય છે.યોગ થી રોગ પ્રતિકારક શક્તિ ને ઉત્તેજન મળે છે એટલે કોરોનાની મહામારીમાં સ્વસ્થ રહેવામાં યોગ ઉપયોગી છે. યોગ બોર્ડના સદસ્ય અને આર્ટ ઓફ લિવિંગ સાથે સંકળાયેલા હિમા પરીખે જણાવ્યું કે યુવાનો ની ઊર્જાને ચેનલાઈઝ કરીને સમાજ માટે તેનો સકારાત્મક વિનિયોગ કરવામાં યોગની પરમ ઉપયોગીતા છે.

સ્વસ્થ રહેવા યોગ કરવા જોઈએ એવી લાગણી વ્યક્ત કરતાં ઈપકોવાલા નેચરોપથી સેન્ટર,સોખડા ના સી.એમ.ઓ. ડો.હેલીના સોલંકી એ જણાવ્યું કે ,તેમના સેન્ટર ખાતે યોગ અને કુદરતી ઉપચારનો સમનવય કરી સ્વસ્થ જીવન નું માર્ગદર્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો….અમદાવાદથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોને અસર થશે