Ahmedabad station

અમદાવાદથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોને અસર થશે

Railways banner

અમદાવાદ,૧૦જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

રદ કરાયેલ ટ્રેનો:

1.  23 જાન્યુઆરી 2021 ના રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.

2.  23 જાન્યુઆરી 2021 ના રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે.

3.  24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર – અજમેર એક્સપ્રેસ રદ રહેશે.

ડાયવર્ટ ટ્રેનો:-

1.  ટ્રેન નંબર 06587 યસવંતપુર – બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે.

2.  ટ્રેન નંબર 06588 બીકાનેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે.

3.  ટ્રેન નંબર 04805 યસવંતપુર – બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે.

4.  ટ્રેન નંબર 04806 બાડમેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે.

5.  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે.

6.  ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે.

7.  ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે.

8.  ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ સ્ટેશનો થઇને દોડશે.

આ પણ વાંચો…..અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..