Screenshot 20200425 120518 01

ખેડુતોને ગેરમાર્ગે દોરવાં” કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલ કોંગ્રેસે માફી માંગી જોઈએ: ભરત પંડયા

  • “ચાલો ખેતરે, ચાલો ગામડે-જુઠાણાં ફેલાવવાં, ખેડુતોને ગેરમાર્ગે દોરવાં”કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલખેડૂતો પાસે જઈને કોંગ્રેસે માફી માંગીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. – ભરત પંડયા
  • કોંગ્રેસને જે જુઠાણા ફેલાવવાં હોય તે ફેલાવે,પરંતુ દેશની જનતા જાણે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ખેડૂતહિત-ઉત્કર્ષ માટેનાં નિર્ણયો એ ગંગા-નર્મદાનાં પાણી જેટલાં પવિત્ર છે. – ભરત પંડયા

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ જાહેર કર્યું છે કે, ૨૫ ડીસેમ્બર અટલજીનાં જન્મદિવસ-સુશાસન દિવસે પ્રધાનમંત્રીશ્રી બપોરે ૧૨:૦૦ વાગે દેશનાં ૯ કરોડ ખેડુતો નાં બેન્ક ખાતામાં ૧૮૦૦૦ કરોડ રુપિયા જમા કરાવશે અને ખેડુતોને સંબોધન કરશે. ગુજરાતમાં તમામ ગામોમાં ભાજપના તાલુકાથી માંડીને પ્રદેશ સુધીનાં આગેવાનો, MP-MLA તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓ કોઈના કોઈ ગામે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીની આગેવાની માં રાજય સરકાર પણ “સુશાસન દિવસે” કૃષિ કલ્યાણનાં ૭ પગલાં નીમિતે ૨૪૮ સ્થાન પર કાર્યક્રમ યોજાશે કોંગ્રેસ “ખેડૂતવિકાસ” નહીં, પણ “રાજકીય વિવાદ” ઊભો કરવાં ઈચ્છે છે. પોતાનું ખેતઉત્પાદન વેચવા માટે ખેડૂત સ્વતંત્ર નહીં, પરંતુ ગુલામીમાં રહે તેમ ઈચ્છે છે.- ભરત પંડયા

જેનાં હૈયે ખેડૂતહિત હશે તે કૃષિ સુધાર બીલનો કયારેય વિરોધ નહીં કરે.
જે ખેડૂતવિરોધી હશે તે જ ગેરસમજ ફેલાવશે: ભરત પંડયા

કોંગ્રેસ જે સારું છે તેને સ્વીકારતી નથી અને જે નથી તેનો ભ્રમ અને ભય ઉભો કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાતનો ખેડૂત શાણો,સમજુ અને પ્રગતિશીલ છે.

whatsapp banner 1

કોંગ્રેસ જે જે યોજનાઓનો વિરોધ કરે છે, નૈતિકતાની દ્રષ્ટ્રિએ, તે યોજનાનો લાભ નહીં લેવા માટે સામે ચાલીને શું કોંગ્રેસનાં લોકો ના પાડી શકશે ? તો જ તેનો વિરોધ તર્ક સંગત ગણાશે. પરંતુ કોંગ્રેસનાં લોકો યોજનાનો વિરોધ પણ કરે છે અને તે યોજનાનો લાભ પણ લે છે. કોંગ્રેસે આ પ્રકારનાં બેવડા ધોરણો ન રાખવાં જોઈએ.

કોંગ્રેસનાં કૃષિ સુધાર બીલ વિરોધ સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભાજપ મુખ્ય પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતવિકાસ નહીં, પણ રાજકીય વિવાદ ઊભો કરવાં ઈચ્છે છે.પોતાનું ખેતઉત્પાદન વેચવા માટે ખેડૂત સ્વતંત્ર નહીં , પરંતુ ગુલામીમાં રહે તેમ ઈચ્છે છે. જેનાં હૈયે ખેડૂતહિત હશે તે કૃષિ સુધાર બીલનો કયારેય વિરોધ નહીં કરે. જે ખેડૂતવિરોધી હશે તે જ ગેરસમજ ફેલાવશે.

કોંગ્રેસ જે સારું છે તેને સ્વીકારતી નથી અને જે નથી તેનો ભ્રમ અને ભય ઉભો કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાતનો ખેડૂત શાણો,સમજુ અને પ્રગતિશીલ છે.
“ચાલો ખેતરે, ચાલો ગામડે- જુઠાણા ફેલાવવાં, ખેડુતોને ગેરમાર્ગે દોરવાં” કોંગ્રેસે આ કાર્યક્રમને બદલે નર્મદા યોજનાને વર્ષો સુધી અટકાવવાં બદલ લોકો, ખેડૂતો પાસે જઈને કોંગ્રેસે માફી માંગીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. જે તે સમયે કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકાર, રાજય સરકારોએ નર્મદા ડેમ-ઊંચાઈ, ડેમનાં દરવાજા, વિસ્થાપિતનાં મુદ્દે અડચણો ઊભી કરીને નર્મદાને ખોરંભે પાડીને ગુજરાતની તરસતી જનતા, ખેડુતોને પાણીથી વંચિત રાખી હતી. કોંગ્રેસનું આ પાપ ગુજરાતનો ખેડૂત, જનતા કયારેય ભૂલશે નહીં. તે સમયે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જશ ન મળે એટલે ૮ વર્ષ સુધી કોંગ્રેસે નર્મદા ડેમનાં દરવાજાની મંજૂરી અટકાવી દીધી હતી અને પછી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યાં પછી ૧૭માં દિવસે આ મંજૂરી આપી હતી. તે ગુજરાતની જનતાને યાદ છે. કોંગ્રેસની માનસિકતા જ ખેડૂતવિરોધી છે તે હવે કયાં મોઢે ખેડૂતહિતની વાત કરે છે ?

શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને જે જુઠાણા ફેલાવવાં હોય તે ફેલાવે, પરંતુ દેશની જનતા જાણે છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ખેડૂતહિત-ઉત્કર્ષ માટેનાં નિર્ણયો એ ગંગા-નર્મદાનાં પાણી જેટલાં પવિત્ર છે. કોંગ્રેસ ભલે નકારાત્મક કાર્યક્રમો કરે, ભાજપ સકારાત્મક રીતે ખેડૂત ઉત્કર્ષમાં કાર્યક્રમો કરતું રહેશે. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ જાહેર કર્યું છે કે, ૨૫ ડીસેમ્બર અટલજીનાં જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઊજવીએ છીએ. આ દિવસે પ્રધાન મંત્રીશ્રી બપોરે ૧૨:૦૦ વાગે દેશનાં ૯ કરોડ ખેડુતોનાં બેન્ક ખાતામાં ૧૮૦૦૦ કરોડ રુપિયા જમા કરાવશે અને ખેડુતોને સંબોધન કરશે. આ દિવસે ભાજપનાં તાલુકાથી માંડીને પ્રદેશ સુધીનાં આગેવાનો, , MP-MLA તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓ કોઈના કોઈ ગામે ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં રાજય સરકાર દ્વારા “કૃષિ કલ્યાણનાં ૭ પગલાં” કાર્યક્રમ ૨૪૮ સ્થાન પર યોજાશે. કોંગ્રેસ તૂટતી, હારતી અને વિખરાતી જાય છે. એટલે માત્ર વિરોધ-વિવાદ કરે છે. ભાજપની દેશહિત અને જનહિત યોજનાઓનો વિરોધ કરવો એ પહેલેથી જ તેની નકારાત્મક માનસિકતા છે. સર્જીકલ સ્ટ્રાઈક, કાશ્મીરમાં ૩૭૦ કલમ, રામમંદીર નિર્માણ વગેરેનો સતત વિરોધ કરતી આવી છે. નર્મદા યોજના,૧૦૮, માં કાર્ડ,આયુષ્યમાન, કોરોનામાં ફ્રી સારવાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વગેરે અનેક યોજનાઓનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. હવે કૃષિ બિલનો વિરોધ કરે છે.
કોંગ્રેસ જે જે યોજનાઓનો વિરોધ કરે છે, નૈતિકતાની દ્રષ્ટ્રિએ, તે યોજનાનો લાભ નહીં લેવા માટે સામે ચાલીને કોંગ્રેસનાં લોકો ના પાડી શકશે ? તો જ નૈતિક દ્રષ્ટ્રિએ તેનો વિરોધ તર્ક સંગત ગણાશે. પરંતુ કોંગ્રેસનાં લોકો યોજનાનો વિરોધ પણ કરે છે, અને તે યોજનાનો લાભ પણ લે છે. કોંગ્રેસે આ પ્રકારનાં બેવડા ધોરણો ન રાખવાં જોઈએ. તેમ શ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો….