Paresh Dhanani

ખેડૂતોના સમર્થનમાં પરેશ ધાનાણીનો કવિતાના માધ્યમથી સરકાર પર પ્રહાર

Paresh Dhanani

“”દેશને લૂંટવાના, ૧૦ પગથિયા””

પહેલા ખેડૂતોને ધેર બેઠા લલચાવી અને
માર્કેટયાર્ડના કાયમી ધક્કા બંધ કરાવશે,[૧]

પછી માર્કેટયાર્ડના વેપારીઓને હંફાવી અને
હરરાજીમાં ઉભતા હરિફોને ખતમ કરાશે,[૨]

પછી માર્કેટયાર્ડોને કાયમી બંધ કરી અને
મોંઘીદાટ જમીનો ખાનગીમાં વેંચાઈ જાશે,[૩]

પછી અટપટા કરારથી ખેડૂતોને છેતરવા
માટે કોર્ટના કાયમી દરવાજા બંધ કરાશે,[૪]

પછી “બિનહરીફ” રીતે ખાનગી બજારમાં
ખેતીના ઉત્પાદનોને સાવ સસ્તામાં લુંટાશે,[૫]

પછી “હોમ ડિલીવરી”ની આદત પડાવીને
નાના દુકાનદારોનાં વેપાર ચોપટ કરાવાશે,[૬]

પછી લાખો ટન અનાજની ‘સંગ્રહખોરી’થી
મુઠ્ઠીભર ખાનગી કંપનીના ગોદામ છલકાશે,[૭]

પછી ક્રૃતિમ અછતથી ગ્રાહકોને ટટળાવી
અને વેંચાણમા “ઈજારાશાહી” સ્થપાશે,[૮]

પછી કાળા બજારીયાઓ બેફામ બનીને
મજબૂર ગરીબોને મોંઘો માલ પધરાવશે,[૯]

પછી મોંઘવારીની મોકાણે ‘માણસ’ પિસીને
માત્ર મુઠ્ઠીભર મુડિપતીઓ માલામાલ થાશે.[૧૦]

હવે જો લડાઈ લડશે કિસાન,
તો જ જીવશે હિન્દુસ્તાન…!

whatsapp banner 1