guillaume de germain fgmLRBlUIpc unsplash

સાવધાન :ઑવરપેરેન્ટિંગ બાળકો ના (Child) માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

child

Child: ઓવરપેરેંટિંગ, જેને હેલિકોપ્ટર પેરેંટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, 1990 ના દાયકામાં શરૂ થયું અનેખૂબ જ વ્યાપક સ્વરૂપમા ભારતમાં જ નહિ વિશ્વભરમા ફેલાયી ગયું. જેના લીધે નવી પિઢી નાં ઘણા બાળકો ભણવામાં હોંશિયાર પણ ગણવામાં ઠોઠ અર્થાત્ માનસિક રીતે નબળાં સાબિત થયાં છે જે આજનો ઍક ચિંતા નો વિષય છે.

હદથી વધુ ચિંતા કરતા હાયપર-પ્રોટેક્ટિવ પેરેન્ટ્સ નાનાં ભુલકાંઑ ના (Child) સર્વાંગી વિકાસ માટે ઇંગ્લીશ, ફ્રેંચ અન સંસ્કૃતના શિક્ષણ માટે સ્પેશ્યલ ટ્યુશન રાખે છે; ટેનિસ, ક્રિકેટ અન ફુટબોલ ના કોચિંગ સેન્ટર્સ માં દાખલ કરાવે છે. તેઓ પોતાના બાળકો ઉપર સતત ચાંપતી નજર રાખે છે. બાળક જરાક પડી જાય તો ય સીધાં જ ધસી જાય છે અને તેને ઘૂટણ કે કોણિ સ્હેજ પણ છોલાય તો તરતા જ ડોક્ટર પાસે લઇ જાય છે. તેમના બાળક ની રોજની ઍક્ટિવિટી નું કેલેન્ડર જુઓ તો કોઇ સિનિયર કોર્પોરેટ મેનેજર ની જેમ ફૂલી-પેક્ડ જ જોવા મળે, જેમાં ફ્રી-ટાઇમ માટે કોઇ જ સ્કોપ ના દેખાય.

child, Iti shukla

આ ઑવરપેરેન્ટેડ (Child) બાળકો જ્યારે કોલેજ માં પહોંચે ત્યારે જોવા મળે છે કે તેમની પ્રગતિ માં અમુક સમસ્યાઓ હોય છે. જોવા મળે છે કે સર્વાંગી સફળતા માટે પેરેન્ટ્સ દ્વારા આપવામાં આવેલ સંપૂર્ણ ધ્યાન અને તમામ સુવિધાઓ છતા આ બાળકો પુખ્તાવસ્થાના માર્ગ પર અનિવાર્ય મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરવા માટે માનસિક સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતાનો વિકાસ નથી કરી શકતા. ખરેખર જોઇઍ તો આ બાળકો ઓવરપેરેન્ટિંગ ના શિકાર હોય છે.
અત્યાધિક સુરક્ષા અન દેખરેખ ની લીધે તેમનામાં વીપરિત સંજોગો માં સંઘર્ષ કરવાની અને સમસ્યાનો જાતે જે ઉકેલ કરી લેવાનીસૂઝ – બૂઝ અને આત્મવિશ્વાસ રુંધાઇ ગયેલો જોવા મળે છે.
ઑવરપેરેન્ટિંગ નાં 4 મુખ્ય લક્ષણો નીચે મુજબ હોય છે જેને સમજવાથી આ સમસ્યા ના ઉકેલ માં
મદદ મળી શકે છે.

Whatsapp Join Banner Guj
  1. (Child) સતત અને સઘન મોનિટરિંગ : GPS વાળા મોબાઈલ ફૉન અને અન્ય સર્વેલન્સ ઍપ દ્વારા પેરેન્ટ્સ બાળકોની ક્ષણ-ક્ષણ ની ગતિવિધિ ઉપર સતત નજર રાખે છે. ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ્સ ચેતવે છે કે બાળકો સતત ઇલેક્ટ્રોનિક નિગરાની થી ચિડાય છે.પેરેન્ટ્સ તેમની કાબેલીયત, હોશીયારી કે દાનત ઉપર શંકા રાખે છે તે ઍહસાસ તેમનામાં સાહજીક વિદ્રોહ ની ભાવના અને વૈમનસ્ય પેદા કરે છે. ઉપરાંત તેમના સ્વમાન અને સ્વાભિમાન ને પણ હાનિ કરે છે.
  2. ઍક્સટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટી નો ઑવરલોડ : યૂનિવર્સિટી ઓફ મેરિલેન્ડની ઍક રિસર્ચ અનુસાર 1981 થી 1997 દરમ્યાન (Child) બાળકોના ફ્રી પ્લે-ટાઈમ માં 25% ઘટાડો અને હોમવર્ક ટીમે માં 145% વધારો થયો છે. ઍક્સટ્રાકરિક્યુલરઍક્ટિવિટી નો ઑવરલોડ બાળકોના સાહજીક વિકાસ માટે ઍક બાધક પરિબળ સાબિત થાય છે, જેના માટે ઑવરપેરેન્ટિંગ નું વલણ જ જવાબદાર હાય છે. બાળક નો સ્કૂલ-અવર્સ સિવાય નો તમામસમય જો હોમવર્ક, સ્પોર્ટ્સ, કરાટે, મ્યૂઝિક કે અન્ય કલ્ચરલ ઍક્ટિવિટિ માં પુરો થઈ જતો હોય કે જેના લીધે તેની પાસે કોઇ ફ્રી-ટાઇમ જ ના બચતો હોય તો તેની કલ્પનાશક્તિ અને રચનાત્મકતા નો પ્રાક્રુતિક વિકાસ રુંધાય છે જેના દુષ્પરિણામો ત્યારે દેખાય છે જ્યારે તે યુવાવસ્થા માં પહોંચે છે.
  3. વ્યર્થ પ્રશંસા અને પ્રોત્સાહન : બાળક નો (Child) આત્મવિશ્વાસ વધારવા માટે વધુ પડતા વખાણ કરવાની વૃત્તિ પણ યોગ્ય નથી. ઘણા (Parents & child) પેરેન્ટ્સ બાળક સ્પર્ધા કે પરીક્ષામાં નબળું પ્રદર્શન કરે તો પણ તેનું મનોબળ વધારવા માટે ઍમ કહે છે કે સફળ થવું જરુરી નથી, ભાગ લેવો તે મહત્વનું છે. આને લીધે બાળકના નબળા દેખાવ ને પ્રોત્સાહન મળે છે અન તે સ્પર્ધાત્મકતા નો વિકાસ કરવાનો ખાસ પ્રયાસ નથી કરતો.
  4. વધુ પડતી દરમ્યાનગીરી : બાળકો (Child) તેમના ભાઈ-બહેન કે મિત્રો સાથેના સ્વાભાવિક ઝઘડા અને મતભેદો નું ઉચિત નિરાકરણ જાતે જ કરે તેને ઉત્તેજન આપવું જોઇઍ. આમાં પેરેન્ટ્સ ની વધુ પડતી દરમ્યાનગીરી બાળકને સામાજીક રીતે આત્મનિર્ભર થતાં રોકે છે. પોતાના બાળકને અન્ય બાળક સાથેના વાદ-વિવાદ માં હારતું જોવાનું કોઇ પેરેન્ટ્સને ના ગમે તે તે સ્વાભાવિક છે, પણ અન્ય સાથે ના ઝઘડા માં તેની વકાલત કરવાનું વલણ તેને પરાવલન્બિ બનાવે છે તે સમજવું જોઇઍ.

આ પણ વાંચો…કાજલ અગ્રવાલ(kajal agarwal)ને 5 વર્ષની ઉંમરથી છે આ બિમારી, એક્ટ્રેસ કહ્યું- તેમાં શરમાવા જેવું કંઇ નથી!