myamar

Democracy: મ્યાંમારમાં દેખાવકારો પર આડેધડ કર્યો ગોળીબાર, 18 લોકોનાં મોત નીપજ્યા, ઘણા લોકો ઘાયલ

Democracy, myanmar

Democracy: મ્યાંમારમાં દેખાવકારો પર આડેધડ કર્યો ગોળીબાર, 18 લોકોનાં મોત નીપજ્યા, ઘણા લોકો ઘાયલ

નવી દિલ્હી, 01 માર્ચઃ Democracy: મ્યાંમારમાં સુરક્ષા દળોએ આજે સામુહિત ધરપકડો કરી હતી અને દેખાવકારોને વિખેરવા બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં 18 લોકોનાં મોત થયા હતા અને અનેકને ઇજા થઈ હતી. દેખાવકારોએ તેમની ચળવળને આજે વધુ આક્રમક બનાવતા લશ્કરે આડેધડ ધરપકડ કરી હતી, એમ આંતરરાષટ્રીય માનવાધિકારો માટેની સંસ્થા હ્યુમન રાઇટ્સ (democracy) વોચ દ્વારા કહેવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા શહેર યાનગોનમાં પોલીસે ટીયરગેસ અને વોટરકેનનનો ઉપયોગ કરી દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

આજે પણ આંગ સાન સુકીની ચૂંટાયેલી સરકારના સત્તા પાછી આપવાની માગ સાથે દેશના અનેક શહેરોમાં (democracy )દેખાવો કર્યા હતા.સોશિયલ મીડિયામાં ભયંકર વિસ્ફોટ અને એસોલ્ટ રાઇફલના ઉપયોગના ફોટા મૂકાયા હતા. સોશિયલ મીડિયાના રિપોર્ટ અનુસાર, દેખાવ દરમિયાન માર્યા ગયેલા એક યુવાનનો ફોટો મૂકવામાં આવ્યો હતો.અન્ય દેખાવકારો તેના મૃત્યદેહને ઉપાડી ગયા ત્યાં સુધી રસ્તા પર પડેલો દેખાયો હતો.

Democracy, myanmar

મ્યાંમારના દક્ષિણપૂર્વમાં આવેલા એક નાનકડા શહેર દાવાઇમાં પણ દેખાવકારો પર સેનિકોએ અત્યંત ક્રૂર કાર્યવાહી કરીને તેમની ઝરપકડ કરી હતી. સ્થાનિક માધ્યમો અનુસાર, વિરોધ કૂચ દરમિયાન સેનીની કાર્યવાહીમાં ઓછામાં ઓછા ત્રણ જણા માર્યા ગયા હતા.જો કે માર્યા ગયેલાઓનો ચોક્કસ આંક તાત્કાલિક જાણી શકાયો ન હતો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા એક ફોટોમાં દવાખાને એક વ્યક્તિ સારવાર લઇ રહી હોય એવું દેખાતું હતું. ત્યાર પછી એની પથારીની પાસે પુષ્પમાળા દેખાતા એવું અનુમાન કરાતું હતું કે એ વ્યક્તિ પણ દેખાવ દરમિયાન મારી ગઇ હશે.

આ પણ વાંચો…Election: શહેરી મતદારો કરતાં ગ્રામીણ મતદારોમાં વધુ જાગૃતિ જોવા મળી, 60 ટકાની આસપાસ નોંધાયુ મતદાન