Rea

સતત બીજીવાર રિયાની જામીન અરજી કોર્ટે ફગાવી

Rea

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૧ સપ્ટેમ્બર: સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ ધરપકડ થયેલી રિયા ચક્રવર્તી,તેનો ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર ચુકાદો આવ્યો. કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે નિર્ણય અનામત રાખ્યો, મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થઇ,બાદમાં રિયાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી, જેને પણ નામંજૂર કરી દેવાઈ. કોર્ટે રિયા સહિત 6 આરોપીઓની જામીન અરજી ફગાવી.

loading…

જજ જેબી ગુરવે કહ્યું – આ ગંભીર ગુનો છે અને આ મામલે તપાસ થવી જરૂરી છે.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ રિયાની મંગળવારે ધરપકડ કરી હતી.રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ સતત બીજી વખત જામીન અરજી નામંજૂર થયા બાદ કહ્યુ કે- એકવાર અમને ઓર્ડર કોપી મળી જાય ત્યારબાદ આગામી સપ્તાહે આગળ શું કાર્યવાહી કરવી તે બાબતે વિચારીશું. સુશાંત કેસમાં મની લોંડરિંગ એંગલમાં ED નવો કેસ ફાઇલ કરી શકે છે.